નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી અને અભિનેતા પવન કલ્યાણનો એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં તે માથા પર ટોપી પહેરીને બિરયાની ખાતા જોવા મળે છે. વીડિયો શેર કરીને યુઝર્સ દાવો કરી રહ્યા છે કે પવન કલ્યાણ રમઝાનમાં ઈફ્તાર પાર્ટીનું આયોજન કરી રહ્યો છે.


પીટીઆઈ ફેક્ટ ચેકમાં વાયરલ દાવો નકલી હોવાનું જાણવા મળ્યું છે. અમારી તપાસમાં જાણવા મળ્યું કે આ વીડિયો તાજેતરનો નથી, પરંતુ 6 વર્ષ જૂનો એટલે કે 2019નો છે. વાસ્તવમાં, આ વીડિયો આંધ્ર પ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાનનો છે, જ્યારે જનસેના પાર્ટીના અધ્યક્ષ પવન કલ્યાણ ગુંટુર પૂર્વ વિધાનસભા બેઠક પરથી જનસેનાના ઉમેદવાર શેખ જિયા ઉર રહેમાનના ઘરે પહોંચ્યા હતા.


દાવો 


9 માર્ચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર વાયરલ વિડિયો શેર કરતી વખતે, એક વપરાશકર્તાએ લખ્યું, "અબ્બા પવન કલ્યાણજી નવા સ્વરૂપમાં, ભક્તોના સનાતન ધર્મના અનુયાયી, રમઝાનમાં મુસ્લિમ ભાઈઓની ઇફ્તારની વાનગીઓનો આનંદ લેતા, સનાતન જાગૃતિ માટે રીટ્વીટ કરવાનું બંધ ન કરવું જોઈએ, પોસ્ટની લીંક અને   આર્કાઇવ લીંક સ્કિન શોર્ટ  અહીં જુઓ."




- તો એક અન્ય યુઝર્સે એકસ પર 9 માર્ચ 2025એ ફેસબુક પર વાયરલ વીડિયોનો પોસ્ટ કરતા લખ્યું" ભક્તોના નવા અબ્બા પવન કલ્યાણજી , ટોપીમાં મુસ્લિમ વ્યંજનનો લુત્ફ ઉઠાવી રહ્યાં છે. આ વીડિયો જોઇને સંધીયોના પછવાડામાં મરચા લાગ્યા છે. આ માટે રિટ્વીટ રોકવુ ન જોઇએ,પોસ્ટની લીંક, આર્કાઇવ લીંક  અને સ્ક્રિનશોર્ટ અહીં જુઓ.




 


તપાસ 


પીટીઆઈ ફેક્ટ ચેક ડેસ્કે વાયરલ દાવાની સત્યતાની ખાતરી કરવા માટે વીડિયોના મુખ્ય ફ્રેમ્સની રિવર્સ ઇમેજ સર્ચ હાથ ધરી હતી. તપાસ દરમિયાન, અમને 26 માર્ચ, 2019 ના રોજ મેંગો ન્યૂઝ નામની યુટ્યુબ ચેનલ પર પ્રકાશિત થયેલ સમાન વીડિઓ મળ્યો. મેંગો ન્યૂઝે વીડિયોના વર્ણનમાં કહ્યું, “પવન કલ્યાણે ગુંટુરમાં જનસેનાના ધારાસભ્ય ઉમેદવારના ઘરે બિરયાની ખાધી હતી. તેઓ ચૂંટણી પ્રચારના ભાગરૂપે ગુંટુર જિલ્લામાં હતા અને ગુંટુર પૂર્વ વિધાનસભા ક્ષેત્રમાં પ્રચારમાં ભાગ લીધો હતો. વીડિઓની લિંક અને સ્ક્રીનશોટ અહીં જુઓ.


-


-આગળની તપાસમાં, અમને પવન કલ્યાણની પાર્ટીની જનસેનાના અધિકૃત ફેસબુક પર 25 માર્ચ 2019ની એક પોસ્ટ મળી, અહીં વાયરલ વિઝ્યુઅલ. પોસ્ટમાં લખ્યું છે કે, "ગુંટુર જિલ્લાના પ્રવાસના ભાગ રૂપે, જનસેનાના પ્રમુખ શ્રી પવન કલ્યાણ ગરુએ ગુંટુર પૂર્વ મતવિસ્તારમાંથી જનસેનાના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા શ્રી શેખ જિયા ઉર રહેમાનના ઘરે મુલાકાત લીધી." પોસ્ટની લિંક અને સ્ક્રીનશોટ અહીં જુઓ.


-


-વધુ તપાસ પર, અમને ‘હંસ ઈન્ડિયા’ની વેબસાઈટ પર 25 માર્ચ 2019ના રોજ પ્રકાશિત થયેલો અહેવાલ મળ્યો, અહીં પણ વાયરલ વિઝ્યુઅલ હતા.. ‘હંસ ઈન્ડિયા’ના અહેવાલ મુજબ, “જનસેના પાર્ટીના વડા પવન કલ્યાણે સોમવારે 2019ના ચૂંટણી પ્રચારના ભાગરૂપે ગુંટુર જિલ્લાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ગુંટુર પૂર્વ વિધાનસભા ક્ષેત્રમાં પ્રચારમાં ભાગ લીધો હતો. પ્રચાર દરમિયાન તેઓ જનસેનાના ધારાસભ્ય ઉમેદવાર શેખ જિયા ઉર રહેમાનના ઘરે પહોંચ્યા અને તેમના પરિવારને મળ્યા.


આ પ્રસંગે રહેમાનની માતાએ કુરાનનું પઠન કર્યું, જે પવન કલ્યાણે રસપૂર્વક સાંભળ્યું. તેમના આગમન પર એક ખાસ ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં પવન કલ્યાણે રહેમાનના પરિવારના સભ્યો અને અન્ય નેતાઓ સાથે ફ્લોર પર બેસીને બિરયાનીનો આનંદ માણ્યો હતો." અહેવાલની લિંક અને સ્ક્રીનશોટ અહીં જુઓ.




-અમારી તપાસમાં જાણવા મળ્યું કે આ વીડિયો તાજેતરનો નથી, પરંતુ 6 વર્ષ જૂનો એટલે કે 2019નો છે. વાસ્તવમાં, આ વીડિયો આંધ્ર પ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાનનો છે, જ્યારે જનસેના પાર્ટીના અધ્યક્ષ પવન કલ્યાણ ગુંટુર પૂર્વ વિધાનસભા બેઠક પરથી જનસેનાના ઉમેદવાર શેખ જિયા ઉર રહેમાનના ઘરે પહોંચ્યા હતા.


દાવો 
આંધ્ર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન પવન કલ્યાણ રમઝાન દરમિયાન ઈફ્તાર પાર્ટીનું આયોજન કરી રહ્યાં છે.


હકીકત
પીટીઆઈ ફેક્ટ ચેક ડેસ્કની તપાસમાં વાયરલ સોશિયલ મીડિયા પોસ્ટ ગેરમાર્ગે દોરનારી હોવાનું જણાયું હતું.


નિષ્કર્ષ
અમારી તપાસમાં જાણવા મળ્યું કે આ વીડિયો તાજેતરનો નથી, પરંતુ 6 વર્ષ જૂનો એટલે કે 2019નો છે. વાસ્તવમાં, આ વીડિયો આંધ્ર પ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાનનો છે, જ્યારે જનસેના પાર્ટીના અધ્યક્ષ પવન કલ્યાણ ગુંટુર પૂર્વ વિધાનસભા બેઠક પરથી જનસેનાના ઉમેદવાર શેખ જિયા ઉર રહેમાનના ઘરે પહોંચ્યા હતા.


(ડિસ્ક્લેમર: આ સમાચારનું ફેક્ટ ચેક  પીટીઆઇ એ કર્યુ છે, એબીપી અસ્મિતાએ શક્તિ કલેક્ટિવની સાથે ભાગીદારી અંતર્ગત આ ફેક્ટ ચેક્ટમાં કોઇપણ ફેરફાર વિના પુનઃપ્રકાશિત કર્યુ છે)