પટના: બિહારમાં રવિવારે માસૂમ બાળકોની જળ સમાધિને લઈને હાહાકાર મચી ગયો છે. સારણ અને શિવહરમાં 10 બાળકોના ડૂબી જવાને કારણે મોત થયા છે. છપરાના ઈસુઆપુરના ડોઈલા ગામમાં સાત બાળકો તળાવના પાણીમા ડૂબતા તેમના મોત થયા હતા. જ્યારે શિવહરમાં અલગ-અલગ ઘટનાઓ ત્રણ બાળકો ડૂબ્યા હતા.
છપરાના ડોઈલા ગામમાં 10 બાળકો બપોરે અંદાજે 12 વાગે તળાવમાં નહાવા પડ્યા હતા. ઘટના પછી સ્થાનિક લોકોએ બાળકો તળાવમાંથી બહાર કાઢ્યા હતા અને હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં ડોક્ટરે સાત બાળકોને મૃત જાહેર કર્યા હતા. છપરામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદના કારણે નદીઓમાં પૂર જેવી સ્થિતિ છે.
આ ઘટના બાદ પોલીસ પણ ત્યાં પહોંચી હતી અને લાશને પોસ્ટમોર્ટમ માટે છપરા મોકલવામાં આવી હતી. આ ઘટના બાદ ઈસુઆપુર હોસ્પિટલમાં ભારે ભીડ ઉમટી પડી હતી. જ્યા પરિવારનો લોકો દ્વારા હૈયાફાટ રૂદનના કારણે મહોલ ગંભીર હતો.