અગાઉ પીડબલ્યુડી ઓફિસર રીના દ્વિવેદી જ્યારે પીળી સાડી પહેરીને ઈલેક્શન બૂથ પર પહોંચ્યા હતાં ત્યારે ચર્ચામાં આવી ગયા હતાં. એકવાર ફરીથી આ પીળી સાડીવાળી મહિલા અધિકારી ચર્ચામાં છે. આ વખતે તેમણે પીળી નહીં પરંતુ લીલી સાડી પહેરી છે અને હરિયાણવી ગીત પર ખુબ ઠુમકા લગાવ્યાં છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.
ચૂંટણી બાદ પણ રીના દ્વિવેદી અંગે લોકોને ક્રેઝ વધતો ગયો. લોકોએ ફેસબુક અને ટિક ટોક પર તેમને ફોલો કરવાનું શરૂ કરી દીધુ. ચૂંટણી બાદ તેમના ટિક ટોક પર અનેક વીડિયો વાઈરલ થયાં. રીના દ્વિવેદીનો આ હરિયાણવી ગીત પર ડાન્સ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.
સપના ચૌધરીના પ્રખ્યાત ગીત તેરી આખ્યા કા કાજલ ગીત પર તેમણે ઠુમકા લગાવ્યાં છે. આ વાઈરલ વીડિયોમાં તેમણે ડાર્ક લીલા રંગની સાડી પહેરી છે. સપના ચૌધરીની જેમ જ ડાન્સ સ્ટેપ્સ કરી રહ્યાં છે. આ વીડિયો કોઈ લગ્ન સમારોહનો હોય તેવું લાગે છે. વીડિયોને અત્યાર સુધીમાં 38 હજાર વ્યુઝ મળી ગયા છે. આ અગાઉ પણ રીનાએ યુટ્યુબ પર ડાન્સ વીડિયો અપલોડ કર્યો હતો જે ખુબ વાઈરલ થયો હતો.