મુંબઈ: મુંબઈનાં મલાડ વિસ્તારમાં રવિવારની મોડી રાતે નશામાં ચૂર એક શખ્સે તેની કારથી 15 ગાડીઓને અડફેટે લીધી હતી. આ ઘટનામાં 7 લોકો ઘાયલ થયા છે.
પોલીસે ઘટનાનાં આરોપી ડ્રાઈવરને ઝડપી પાડ્યો છે. આરોપીનું નામ અંકિત ખેમકા છે. આ ઘટના દરમિયાન ત્યાં હાજર રહેલા લોકોનું કહેવું છે કે કારમાં એક મહિલા પણ હતી, જેની સાથે આરોપી ઝઘડી રહ્યો હતો. જો કે ઘટના બન્યા બાદ મહિલા ફરાર છે.