પોલીસ પ્રવક્તા હેમંત કાટકરે જણાવ્યું કે, ફેકટરી કોલવાડે ગામ સ્થિત છે. આ વિસ્ફોટ સાંજે 7.20 મિનિટ પર થયો હતો. વિસ્ફોટક એટલો જોરદાર હતો કે તેનો અવાજ 15 કિમી દૂર સંભળાવોય હતો. વિસ્ફોટના કારણ આસપાસના કેટલાક વિસ્તારોમાં બારીના કાચ તૂટી ગયા હતા. વિસ્ફોટ બાદ આસપાસ આગ પ્રસરી જતાં તે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ દુર્ઘટનામાં લોકોના મોત પર દુખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારને પાંચ પાંચ લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે.
અધિકારીના જણાવ્યા મુજબ વિસ્ફોટ અંક ફાર્માના નિર્માણાધીન યૂનિટમાં થયો હતો. કાટમાળમાંથી ઘાયલ થયેલા લોકોને બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. મુંબઈથી 100 કિમી દૂર બોઈસરમાં મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમ (MIDC)માં આ કરૂણ ઘટના બની હતી.
આજે બપોરે ગુજરાતના વડોદરાના પાદરા નજીક ગવાસદ ગામ પાસે ઓક્સિજન ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 5 કામદારોના મોત નિપજ્યાં હતા. જ્યારે 6 લોકો ઘાયલ થયા છે. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.