ઈસ્કોન કોલકાતાના પ્રવક્તા અને ઉપાધ્યક્ષ રાધારમન દાસે કહ્યું હતું કે, અમે રોજ 10 હજાર લોકોનું જમવાનું બનાવી રહ્યાં હતા. સૌરવ ગાંગુલીએ અમારી મદદ કરી હતી અને હવે અમે રોજ 20 હજાર લોકોને ખાવાનું આપી રહ્યા છે.
દાસે કહ્યું કે, ‘હું દાદાનો મોટો પ્રશંસક છું અને ક્રિકેટના મેદાન પર તેમની ઘણી શાનદાર ઈનિંગ્સ જોઈ છે. અહીં ભૂખ્યા લોકોને ભોજન કરાવવાની તેમની ઈનિંગ સૌથી શ્રેષ્ઠ છે. અમે તેમનો આભાર માનીએ છીએ.’
નોંધનીય છે કે, આ પહેલા પણ BCCI અધ્યક્ષ 50 લાખ રૂપિયાની કિંમત અને વેલૂર મઠમાં બીજા 20 હજાર કિલો ચોખા દાનમાં આપી ચૂક્યા છે.