મુંબઇઃ મુંબઈમાં એક ઈમારતમાં આગ લાગવાની ઘટના બની છે. તાડદેવ વિસ્તારમાં આવેલ ઈમારતના 18મા માળે આગ લાગી હતી.. જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઈમારત 20 માળની છે. જેના 18મા માળે અચાનક આગ લાગતા ફાયર વિભાગની ટીમ સ્થળે પહોંચી છે. ફાયરની 18 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ છે અને આગ પર કાબૂ લેવાના પ્રયાસ શરૂ કર્યા છે. આગની ઘટનામાં બે લોકોના મોત થયા છે.
એક રિપોર્ટ અનુસાર તાડદેવ વિસ્તારમાં ભાટિયા હોસ્પિટલ પાસે સ્થિત કમલા સોસાયટી નામની 20 માળની ઇમારતમાં સવારે સાડા સાત વાગ્યે આગ લાગી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઇમારતની 18મા માળે આગ લાગી હતી. દુર્ઘટનામાં બે લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. આ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. હાલમાં આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
નોંધનીય છે કે છેલ્લા વર્ષે ઓક્ટોબરમાં મુંબઇમાં કરી રોડ સ્થિત એક ઇમારતમાં આગ લાગી હતી. જેમાં એક સુરક્ષા ગાર્ડનું પડી જવાના કારણે મોત થયું હતું. 61 માળની એક ઇમારતની 19મા માળે આગ લાગ્યા બાદ એક ફ્લેટમાંથી એક સુરક્ષા ગાર્ડનું નીચે પડવાથી મોત થયું હતું.
Ahmedabad : યુવતી પ્રેમી સાથે માણતી હતી શરીરસુખ, અંગતપળોની પ્રેમીએ લીધી તસવીરો ને પછી તો.....
iPhoneની સાથે સાથે Apple આગામી વર્ષે લાવી રહ્યું છે iCar, જાણો નવા પ્રૉજેક્ટ વિશે...........