તમને જણાવી દઈએ કે, મંગળવારે સવારે દુર્ગાપુરના મેંગેટ બ્રિજની નીચે આ વિમાન ફસાઈ ગયું હતું જેને કાઢવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. સ્થાનિક લોકો ઘટનાસ્થળે હાજર જોવા મળ્યાં હતાં. આ ઉપરાંત પોસ્ટ વિભાગના અધિકારીઓને પણ ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, વિમાન બ્રિજની નીચે ફસાઈ ગયું છે. આ પ્લેનને ઉપયોગમાં લેવામાં આવતું નથી. જ્યારે બીજી બાજુ ફસાયેલા વિમાનને જોવા માટે લોકોનાં ટોળાં વળ્યાં છે. આ ઘટનાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયમાં વાયરલ થયાં છે.
અધિકારીઓ જણાવ્યું હતું કે, વિમાન ફસાવવાના કારણે ટ્રાફિક જામ થઈ ગયો છે. અધિકારીઓ સામે ચેલેન્જ પણ છે કે, પુલ અને વિમાનને કોઈ પણ પ્રકારનું નુકશાન ન થાયે તે રીતે પ્લેનને બહાર કાઢવાનું છે. જોકે ટ્રેલરના ટાયરની હવા કાઢીને તેની ઉંચાઈ નીચે કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.