આદિત્ય ઠાકરેએ કોંગ્રેસના કયા બે દિગ્ગજ નેતાઓને દિલ્હીમાં રૂબરુ મળીને શપથ સમારોહમાં હાજર રહેવાનું આપ્યું આમંત્રણ, જાણો વિગત
abpasmita.in | 27 Nov 2019 10:22 PM (IST)
મહારાષ્ટ્રમાં એક નવા રાજકીય યુગની શરૂઆત થઈ જવા રહી છે. શિવેસના, એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં આવતીકાલે સરકાર બનાવશે. મહા વિકાસ અઘાડીના નેતા ઉદ્ધવ ઠાકરે રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે.
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં એક નવા રાજકીય યુગની શરૂઆત થઈ જવા રહી છે. શિવેસના, એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં આવતીકાલે સરકાર બનાવશે. મહા વિકાસ અઘાડીના નેતા ઉદ્ધવ ઠાકરે રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. શપથગ્રહણ કાર્યક્રમ મુંબઈના શિવાજી પાર્કમાં યોજાશે. શપથ સમારંભનું આમંત્રણ લઈને આજે ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને વર્લીના ધારાસભ્ય આદિત્ય ઠાકરે દિલ્હી આવ્યા હતા. જ્યાં તેમણે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યું હતું. પ્રફુલ પટેલે ‘મહાવિકાસ અઘાડી’ના મંત્રીઓને લઈ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું સોનિયા ગાંધીને શપથ સમારોહનું આમંત્રણ આપીને આદિત્યએ મીડિયાને જણાવ્યું કે, અમે અહીંયા નવી સરકાર માટે તેમના આશીર્વાદ લેવા આવ્યા હતા. અમે ઘણા નેતાઓને આમંત્રણ આપ્યું છે. પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહને પણ આદિત્યએ શપથ સમારંભમાં હાજર રહેવા નિમંત્રણ આપ્યું હતું.