Jahangirpuri Violence : અખિલેશ યાદવે કહ્યુ- બંધારણ પર બુલડોઝર ચલાવી રહી છે બીજેપી
જહાંગીરપુરીમાં હિંસા બાદ સુપ્રીમ કોર્ટે ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચલાવવાની MCDની કાર્યવાહી પર બ્રેક લગાવી દીધી છે.
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જહાંગીરપુરીમાં થયેલી કાર્યવાહીને લઇને કહ્યું કે ભાજપ અરાજકતાનો માહોલ બનાવી રહ્યો છે. આ ગુંડાગર્દીને બંધ કરવી છે તો ભાજપની હેડઓફિસ પર બુલડોઝર ચલાવી દો.
સુપ્રીમ કોર્ટે જહાંગીરપુરીમાં બુલડોઝર કાર્યવાહી પર રોક લગાવવાનો આદેશ આપ્યો છતાં તોડફોડની કાર્યવાહી ચાલી રહી હતી જેના પર કોર્ટે કહ્યું કે આ કાર્યવાહી પર રોક લગાવવામાં આવે. અરજીકર્તા દુષ્યંત દવેએ કહ્યું કે ચીફ જસ્ટિસને જણાવવામાં આવ્યું હતું કે કાર્યવાહી હજુ પણ ચાલી રહી છે. ચીફ જસ્ટિસે કોર્ટના રજિસ્ટ્રાર જનરલને જાણકારી આપવા કહ્યુ છે. કોર્ટે કહ્યું કે એમસીડી અને પોલીસ કમિશનરને આદેશની કોપી આપવામા આવે.
જમીયત ઉલેમા એ હિંદના અધ્યક્ષ અરશદ મદનીએ કહ્યું કે અમને ખુશી છે કે સુપ્રીમ કોર્ટ દ્ધારા બુલડોઝર દ્ધારા કાર્યવાહી પર રોક લગાવી દીધી છે.
બ્રેકગ્રાઉન્ડ
Jahangirpuri Demolition Drive: જહાંગીરપુરીમાં હિંસા બાદ સુપ્રીમ કોર્ટે ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચલાવવાની MCDની કાર્યવાહી પર બ્રેક લગાવી દીધી છે. કોર્ટે હાલ પૂરતો યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે. હવે આ મામલે ફરી ગુરુવારે સુનાવણી થશે. અગાઉ જમીયત-ઉલેમા-એ-હિંદે દેશના ઘણા રાજ્યોમાં ચાલી રહેલી બુલડોઝર કાર્યવાહી સામેની તેની અરજી પર વહેલી સુનાવણીની માંગ કરી હતી. દુષ્યંત દવેએ મામલો મૂક્યો હતો. તેમણે કહ્યું કે ગેરકાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે અને નોટિસ આપવામાં આવી નથી. આ પછી CJI- યથાસ્થિતિ જાળવી રાખવી જોઈએ.
ઈકબાલ સિંહે કહ્યું- SCના આદેશનું પાલન કરશે -
ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર રાજા ઇકબાલ સિંઘે જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝરની કાર્યવાહી રોકવા માટે સુપ્રીમ કોર્ટના નિર્દેશને અનુસરીને તેઓ આદેશનું પાલન કરશે. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે તેઓ સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરશે અને તે મુજબ કાર્યવાહી કરશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે હાલ પૂરતું ગેરકાયદે બાંધકામ તોડવાનું બંધ કર્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -