નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે. બંગાળની ચૂંટણી પર તમામની નજર છે. પશ્ચિમ બંગાળ વિધાનસભાની કુલ 294 બેઠક છે. 2016ની વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનર્જીએ 211 બેઠક જીતી જબરદસ્ત વાપસી કરી હતી. પરંતુ 3 વર્ષ બાદ એટલે કે, 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે 42માંથી 18 બેઠક જીતી ઇતિહાસ સર્જયો હતો. ત્યારે આ વખતે બંગાળમાં કોની સરકાર બનશે. એબીપી ન્યૂઝ-સી વોટરના ઓપિનિયન પોલ મુજબ પશ્ચિમ બંગાળમાં ફરી મમતા બેનર્જીની સરકાર બની શકે છે.


એબીપી ન્યૂઝ-સી વોટરના ઓપિનિયન પોલ મુજબ. જો આજે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી યોજાય તો મમતા બેનર્જની પાર્ટી TMCને 148થી 164 બેઠકો મળી શકે છે. 200 બેઠકોની પારનો નારો લઈને મેદાનમાં ઉતરેલી ભાજપને 92થી 108 બેઠકોથી સંતોષ માનવો પડશે. જ્યારે કોંગ્રેસ-લેફ્ટ ગઠબંધનને 31થી 39 બેઠક મળવાનો અનુમાન છે. એટલે કે, બંગાળમાં ભાજપને ફાયદો જરૂરથી થશે પરંતુ જીતની હેટ્રીક લગાવવામાં મમતા બેનર્જી સફળ થશે.