ABP Cvoter Survey: ગોવામાં ભાજપ કરી શકે છે શાનદાર પ્રદર્શન, કોગ્રેસને થશે નુકસાન
ABP Cvoter Survey Assembly Election 2022: આગામી વર્ષની શરૂઆતમાં દેશમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબની સાથે ગોવા અને મણિપુરમાં ચૂંટણી યોજાવાની છે.
ગોવામાં ભાજપ એકવાર ફરી સરકાર બનાવી શકે છે. ભાજપના ખાતામાં 22 થી 26 બેઠકો, કોગ્રેસના ખાતામાં 3-7 બેઠકો, આપના ખાતામાં 4-8 બેઠકો અને અન્યના ખાતામાં 3-7 બેઠકો આવવાનો અંદાજ છે.
ગોવામાં ભાજપ એકવાર ફરી સરકાર બનાવી શકે છે. ભાજપના ખાતામાં 22 થી 26 બેઠકો, કોગ્રેસના ખાતામાં 3-7 બેઠકો, આપના ખાતામાં 4-8 બેઠકો અને અન્યના ખાતામાં 3-7 બેઠકો આવવાનો અંદાજ છે.
એબીપી ન્યૂઝ સી વોટર અનુસાર ગોવામાં ભાજપને 39 ટકા, કોગ્રેસને 15 ટકા, આમ આદમી પાર્ટીને 22 ટકા અને અન્યને 24 ટકા મત મળી શકે છે.
સર્વે દરમિયાન જાણવા મળ્યું હતું અંદાજ છે કે 2022 વિધાનસભા ચૂંટણીમાં કોગ્રેસ ફક્ત પાંચ બેઠકો પર સમેટાઇ શકે છે. 2017માં તેની પાસે 17 બેઠકો હતી. એવામાં તેને 12 બેઠકોનું નુકસાન થઇ શકે છે. ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી શકે છે. સર્વે અનુસાર ભાજપને 2022 ચૂંટણીમાં 24 બેઠકો મળી શકે છે. ગત ચૂંટણીમાં ભાજપે 13 બેઠકો જીતી હતી એટલે કે ભાજપને 11 બેઠકોનો ફાયદો થઇ શકે છે. 2022માં યોજાનારી ગોવા વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ફાયદો થઇ શકે છે. સર્વે અનુસાર ગોવામા આપને છ બેઠકો મળવાનો અંદાજ છે. જ્યારે અન્યના ખાતામાં પાંચ બેઠકો આવી શકે છે.
બ્રેકગ્રાઉન્ડ
Assembly Election 2022 ABP Cvoter Survey LIVE: આગામી વર્ષની શરૂઆતમાં દેશમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આ ચૂંટણી એટલા માટે ખૂબ મહત્વની છે કારણ કે તેમાં એ રાજ્ય પણ સામેલ છે જેના પર દેશની સૌથી વધુ 80 લોકસભા બેઠકો છે. વાત ઉત્તર પ્રદેશની થઇ રહી છે. ભાજપ 2024માં ફરીથી કેન્દ્રની સત્તામાં આવવા માંગે છે તો તેના માટે ઉત્તર પ્રદેશમાં જીત મેળવવી જરૂરી છે. તે સિવાય ઉત્તરાખંડ, પંજાબની સાથે ગોવા અને મણિપુરમાં ચૂંટણી યોજાવાની છે.
એબીપી ન્યૂઝ સી-વોટર તરફથી સર્વે કરીને જનતાનો મૂડ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સર્વે દરમિયાન તમને જણાવીશું કે આગામી વર્ષે યોજાનારી આ પાંચ રાજ્યોની ચૂંટણીમાં કોની સરકાર બની શકે છે. કોણ કેટલી બેઠકો જીતી શકે છે. આ સાથે જ રાજ્યની પ્રજા પોતાના મુખ્યમંત્રીના ઉમેદવાર અંગે શું વિચારે છે.
નોંધનીય છે કે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ પક્ષોએ ચૂંટણીના રાજ્યોમાં કમર કસી લીધી છે. એવામાં સ્પષ્ટ છે કે આગામી વર્ષે પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની સીધી અસર દેશની 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી પર પડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -