Assembly Election 2022 ABP Cvoter Survey LIVE: આગામી વર્ષની શરૂઆતમાં દેશમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આ ચૂંટણી એટલા માટે ખૂબ મહત્વની છે કારણ કે તેમાં એ રાજ્ય પણ સામેલ છે જેના પર દેશની સૌથી વધુ 80 લોકસભા બેઠકો છે. વાત ઉત્તર પ્રદેશની થઇ રહી છે. ભાજપ 2024માં ફરીથી કેન્દ્રની સત્તામાં આવવા માંગે છે તો તેના માટે ઉત્તર પ્રદેશમાં જીત મેળવવી જરૂરી છે. તે સિવાય ઉત્તરાખંડ, પંજાબની સાથે ગોવા અને મણિપુરમાં ચૂંટણી યોજાવાની છે.


એબીપી ન્યૂઝ સી વોટર સર્વે અનુસાર મણિપુરમાં ભાજપના ખાતામાં 40 ટકા મત મળવાનો અંદાજ છે. તે સિવાય કોગ્રેસને 35 ટકા, એનપીએફને 6 ટકા અને અન્યના ખાતામાં 17 ટકા મત મળવાનો અંદાજ છે.


વર્ષ 2022ના મણિપુર વિધાનસભા ચૂંટણીમાં કોગ્રેસ પાર્ટીને 18 થી 22 બેઠકો મળવાનો અંદાજ છે જ્યારે ભાજપ ગઠબંધન પૂર્ણ બહુમતી સાથે રાજ્યમાં સરકાર બનાવી શકે છે. ભાજપ ગઠબંધનને 32 થી 36 બેઠકો મળવાનો અંદાજ છે. જ્યારે એનપીએફને ફક્ત બેથી 6 બેઠકો મળી શકે છે. જ્યારે અન્યના ખાતામાં  0 થી 4 બેઠકો મળી શકે છે.


એબીપી ન્યૂઝ સી-વોટર તરફથી સર્વે કરીને જનતાનો મૂડ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સર્વે દરમિયાન તમને જણાવીશું કે આગામી વર્ષે યોજાનારી આ પાંચ રાજ્યોની ચૂંટણીમાં કોની સરકાર બની શકે છે. કોણ કેટલી બેઠકો જીતી શકે છે. આ સાથે જ રાજ્યની પ્રજા પોતાના મુખ્યમંત્રીના ઉમેદવાર અંગે શું વિચારે છે.


નોંધનીય છે કે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ પક્ષોએ ચૂંટણીના રાજ્યોમાં કમર કસી લીધી છે. એવામાં સ્પષ્ટ છે કે આગામી વર્ષે પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની સીધી અસર દેશની 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી પર પડશે. આગામી વર્ષની શરૂઆતમાં દેશમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે.