ABP Cvoter Survey: ઉત્તરપ્રદેશમાં ભાજપની થશે સત્તામાં વાપસી, જાણો કોગ્રેસના શું થશે ખરાબ હાલ?
ABP Cvoter Survey for UP Election 2022:આગામી વર્ષની શરૂઆતમાં દેશમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબની સાથે ગોવા અને મણિપુરમાં ચૂંટણી યોજાવાની છે.
સર્વે અનુસાર ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 40 ટકા લોકો યોગી આદિત્યનાથને મુખ્યમંત્રીના રૂપમાં જોવા માંગે છે. જ્યારે અખિલેશ યાદવને 27 ટકા, બસપા સુપ્રીમો માયાવતીને 14 ટકા મુખ્યમંત્રીના તરીકે જોવા માંગે છે. કોગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી અને આરએલડી નેતા જયંત ચૌધરી આ રેસમાં ખૂબ પાછળ જોવા મળી રહ્યા છે.
ઉત્તર પ્રદેશમાં ભાજપને 259થી 267 બેઠકો મળી શકે છે. સમાજવાદી પાર્ટીને 109-117 બેઠકો, બીએસપીને 12-16 અને કોગ્રેસને 3-7 બેઠકો અને અન્યને 6-10 બેઠકો મળી શકે છે.
એબીપી ન્યૂઝ સી વોટરના સર્વેમાં જાણવા મળ્યું હતું કે ભાજપના ગઠબંધનને 42 ટકા, સમાજવાદી પાર્ટીના ગઠબંધનને 30 ટકા, બહુજન સમાજ પાર્ટીને 16 ટકા, કોગ્રેસના 5 ટકા અને અન્યને સાત ટકા મત મળી શકે છે.
ઉત્તરપ્રદેશમાં લોકો ક્યા મુદ્દા પર મતદાન કરશે? જેના જવાબમાં 3 ટકાએ કહ્યું કે ભ્રષ્ટાચાર, 39 ટકાએ કહ્યું કે બેરોજગારી, 26 ટકાએ કહ્યું કે, મોંઘવારી, 19 ટકાએ કહ્યું ખેડૂતો, 10 ટકાએ કહ્યું કે કોરોના અને 3 ટકાએ અન્ય મુદ્દા ગણાવ્યા હતા.
એબીપી ન્યૂઝ સી-વોટર સર્વે દરમિયાન લોકોને પૂછવામાં આવ્યું કે ઉત્તર પ્રદેશમાં વિપક્ષના કામથી તેઓ કેટલા ખુશ છે. જેના જવાબમાં 40 ટકાએ કહ્યું કે તેઓને સંતોષ છે. 20 ટકાએ કહ્યુ કે તેઓ ઓછા સંતુષ્ઠ છે. 34 ટકાએ કહ્યું કે તેઓ નાખુશ છે જ્યારે છ ટકાએ કહ્યુ કે તેઓ કાંઇ કહી શકે તેમ નથી.
એબીપી ન્યૂઝ સી-વોટર સર્વે અનુસાર 45 ટકા લોકોએ કહ્યું કે ઉત્તર પ્રદેશમાં યોગી સરકારના કામકાજથી સંતુષ્ટ છે. 20 ટકા લોકોએ કહ્યું કે ઓછા સંતુષ્ટ છીએ. 34 ટકા લોકોએ કહ્યું કે તેમને અસંતોષ છે. જ્યારે એક ટકાએ કહ્યું કે, તે કાંઇ કહી શકે તેમ નથી.
બ્રેકગ્રાઉન્ડ
Assembly Election 2022 ABP Cvoter Survey LIVE: આગામી વર્ષની શરૂઆતમાં દેશમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આ ચૂંટણી એટલા માટે ખૂબ મહત્વની છે કારણ કે તેમાં એ રાજ્ય પણ સામેલ છે જેના પર દેશની સૌથી વધુ 80 લોકસભા બેઠકો છે. વાત ઉત્તર પ્રદેશની થઇ રહી છે. ભાજપ 2024માં ફરીથી કેન્દ્રની સત્તામાં આવવા માંગે છે તો તેના માટે ઉત્તર પ્રદેશમાં જીત મેળવવી જરૂરી છે. તે સિવાય ઉત્તરાખંડ, પંજાબની સાથે ગોવા અને મણિપુરમાં ચૂંટણી યોજાવાની છે.
એબીપી ન્યૂઝ સી-વોટર તરફથી સર્વે કરીને જનતાનો મૂડ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સર્વે દરમિયાન તમને જણાવીશું કે આગામી વર્ષે યોજાનારી આ પાંચ રાજ્યોની ચૂંટણીમાં કોની સરકાર બની શકે છે. કોણ કેટલી બેઠકો જીતી શકે છે. આ સાથે જ રાજ્યની પ્રજા પોતાના મુખ્યમંત્રીના ઉમેદવાર અંગે શું વિચારે છે.
નોંધનીય છે કે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ પક્ષોએ ચૂંટણીના રાજ્યોમાં કમર કસી લીધી છે. એવામાં સ્પષ્ટ છે કે આગામી વર્ષે પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની સીધી અસર દેશની 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી પર પડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -