મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પરિણામ બાદ કોઈ પણ પક્ષની સરકાર ન બનતા રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે. તેને લઇને બૉલિવૂડ એક્ટ્રેસ શ્રેયા નારાયણે પીએમ મોદી, શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરે અને ગૃહમંત્રી અમિત શાહની ટીકા કરી છે. એક્ટ્રેસે ટ્વિટ કરી મહારાષ્ટ્રની રાજનીતિને એક નાટક ગણાવ્યું છે અને મોદી, અમિત શાહ અને ઉદ્ધવ ઠાકરેને નાટકનો ભાગ ગણાવ્યા છે.


તેણે કહ્યું મહારાષ્ટ્રમાં લાગૂ કરવામાં આવેલ રાષ્ટ્રપતિ શાસન એક રાજકીય નાટક છે અને તેને એવૉર્ડ મળવો જોઈએ. શ્રેયાએ અન્ય એક ટ્વિટમા અંગ્રેજીમાં કહેવત લખીને સરકારની મજાક ઉડાવી છે.

મહારાષ્ટ્રમાં સરકારને લઇ બે દિવસમાં થશે ફેંસલો, ઉદ્ધવ ઠાકરે બનશે મુખ્યમંત્રી

શ્રેયાએ લખ્યું કે, ‘બાળકોની વાર્તામાં જ્યારે બે બિલાડીઓ એક કેક માટે લડે છે ત્યારે તે લડાતી જ રહી જાય છે અને વાંદરો આખી કેક ખાય જાય છે. એવું જ કંઈક હાલમાં થઈ રહ્યું છે. જેમાં તમામ વાંદરાઓ ખુશીથી નાચી રહ્યાં છે.’ એક્ટ્રેસે આ ટ્વિટ સાથે ઉદ્ધવ ઠાકરે, પીએમ મોદી અને અમિત શાહને ટેગ કર્યા હતા.

‘અમને ખરાબ જ રહેવા દો, સારા હતા ત્યારે કયા મેડલ મળી ગ્યા’, શિવસેનાનું બીજેપી પર નિશાન

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં 12 નવેમ્બરથી રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવામાં આવ્યું છે. શિવસેનાએ પરિણામો બાદ ભાજપ સાથે છેડો ફાડી નાંખ્યો હતો પરંતુ સરકાર બનાવવા રાજ્યપાલને મનાવવામાં નિષ્ફળ રહી હતી. રાજ્યની સૌથી મોટી પાર્ટી ભાજપે પહેલા જ સરકાર બનાવવાને લઈ તેમના હાથ પાછા ખેંચી લીધા હતા. વિધાનસભા ચૂંટણીમાં શિવસેનાએ 56, એનસીપીએ 54 અને કોંગ્રેસે 44 સીટ પર જીત મેળવી છે. ત્રણેય મળીને આસાનીથી સરકાર બનાવી શકે છે. રાજ્યમાં બહુમત માટેના 145ના આંકડા સામે ત્રણેય પાર્ટીઓના મળીને 154 ધારાસભ્યો છે. 105 સીટ જીતીને રાજ્યમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભર્યું હતું.