Aditya-L1 Solar Mission: ચંદ્રયાન-3ની સફળતા બાદ ભારત સૂર્ય મિશન આદિત્ય-L1 લોન્ચ કરવા માટે તૈયાર છે. ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે જણાવ્યું હતું કે આજથી આદિત્ય-એલ1ના લોન્ચિંગ માટેનું કાઉન્ટડાઉન શરૂ થશે. તેમણે જણાવ્યું હતું કે 2 સપ્ટેમ્બરે સવારે 11.50 વાગ્યે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી મિશનને લોન્ચ કરવામાં આવશે.










ચંદ્રયાન-3ની સફળતા બાદ ભારત સૂર્ય મિશન આદિત્ય-L1 લોન્ચ કરવા માટે તૈયાર છે. ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે જણાવ્યું હતું કે આજથી આદિત્ય-એલ1ના લોન્ચિંગ માટેનું કાઉન્ટડાઉન શરૂ થશે. તેમણે જણાવ્યું હતું કે 2 સપ્ટેમ્બરે સવારે 11.50 વાગ્યે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી મિશનને લોન્ચ કરવામાં આવશે.


આદિત્ય-એલ1  15 લાખ કિલોમીટરનું અંતર કાપશે


એક રિપોર્ટ અનુસાર,  આદિત્ય-L1 અવકાશયાન સૌર કોરોના (સૂર્યની સૌથી બહારના સ્તરો) ના દૂરસ્થ અવલોકન માટે અને L-1 (સૂર્ય-પૃથ્વી લેગ્રેંજિયન બિંદુ) પર સૌર પવનની યથાસ્થિતિના અવલોકન માટે બનાવવામાં આવ્યું છે. L-1 પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર છે.


લોન્ચિંગ રિહર્સલ પૂર્ણ થયું


ઈસરોના અધ્યક્ષ સોમનાથે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે અમે હવે સૂર્ય મિશનના લોન્ચ માટે તૈયાર છીએ. રોકેટ-સેટેલાઇટ પણ તૈયાર છે. લોન્ચિંગનું રિહર્સલ પૂર્ણ થઈ ગયું છે. આદિત્ય-એલ1 સ્વદેશી ટેક્નોલોજીથી બનાવવામાં આવ્યું છે. આ સિવાય રોવરના સવાલ પર સોમનાથે કહ્યું કે બધુ બરાબર ચાલી રહ્યું છે. સારી રીતે ડેટા મેળવી રહ્યા છીએ. અમને આશા છે કે અમારું મિશન 14 દિવસમાં સફળતાપૂર્વક પૂર્ણ થશે.


તારાઓના અભ્યાસમાં સૌથી વધુ મદદ કરશે


ઈસરોના મતે સૂર્ય આપણી સૌથી નજીકનો તારો છે. તારાઓના અભ્યાસમાં તે આપણને સૌથી વધુ મદદ કરી શકે છે. આમાંથી પ્રાપ્ત માહિતી અન્ય તારાઓ, આપણી આકાશગંગા અને ખગોળશાસ્ત્રના ઘણા રહસ્યો અને નિયમોને સમજવામાં મદદ કરશે. સૂર્ય આપણી પૃથ્વીથી લગભગ 15 કરોડ કિલોમીટર દૂર છે. જો કે આદિત્ય L1 આ અંતરના માત્ર એક ટકાને જ કવર કરી રહ્યું છે, પરંતુ આટલું અંતર કાપ્યા પછી પણ તે આપણને સૂર્ય વિશે એવી ઘણી માહિતી આપશે, જે પૃથ્વી પરથી જાણવી શક્ય નથી.