નવી દિલ્હીઃ છેલ્લા કેટલાય વર્ષોથી વિરોધ થયા બાદ હવે આખરે કેન્દ્ર સરકારે આસ્પા કાયદાને હટાવી દીધો છે, આ કાયદો નાગાલેન્ડ, આસામ અને મણીપુરમાંથી હટાવવામાં આવ્યો છે. આ વાતની જાણકારી ખુદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ટ્વીટ કરીને આપી છે. AFSPA એ સેનાને વિશેષાધિકાર આપતો એક ખાસ કાયદો છે.


અમિતા શાહે ટ્વીટ કરીને આપી જાણકારી - 
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ટ્વીટ કરીને લખ્યું - AFSPA અંતર્ગત ક્ષેત્રોમાં સુરક્ષાની સ્થિતિમાં સુધારો આવ્યો છે, અને વડાપ્રધાન દ્વારા ઉત્તરપૂર્વમાં સ્થાયી શાંતિ લાવવા અને ઉગ્રવાદને સમાપ્ત કરવા માટે સતત પ્રયાસો અને કેટલાક કરારના કારણે ઝડપથી વિકાસનુ પરિણામ છે. 






AFSPA (Armed Forces (Special Powers) Act) -
AFSPA એટલે સશસ્ત્ર સેના વિશેષાધિકાર કાયદો છે, જે ઉપદ્રવગ્રસ્ત પૂર્વોત્તરમાં સેનાને કાર્યવાહીમાં મદદ માટે 11 સપ્ટેમ્બર 1958એ પાસ કરવામાં આવ્યો હતો. વળી, જ્યારે 1989ની આસપાસ જ્યારે જમ્મૂ અને કાશ્મીરમાં આતંકવાદ વધવા લાગ્યો ત્યારે આ કાયદાને 1990માં ત્યાં પણ લાગુ કરી દેવામાં આવ્યો હતો. 


ઉલ્લેખનનીય છે કે, આ પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મેઘાલયમાં પણ અફસ્પાનો કાયદો હટાવી દીધો હતો, આ પહેલા કેન્દ્ર સરકારે અરૂણાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાંથી અફસ્પાનો હટાવી દઇને વિકાસને વેગ આપવા માટે રસ્તો ખોલી નાંખ્યો હતો. 


આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર એક્ટ એ અફસ્પા તરીકે ઓળખાય છે આ કાયદો ૧૯૫૮માં બનાવાયો હતો અને ૧ સપ્ટેમ્બર ૧૯૫૮થી સેવન સિસ્ટર્સ તરીકે ઓળખાતા દેશના ઉત્તર પૂર્વ રાજ્યો આસામ, મણિપુર, ત્રિપુરા, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ, મિઝોરમ અને નાગાલેન્ડમાં લાગુ પડાયો હતો. ત્યારબાદ કાશ્મીર, પંજાબ અને ચંડીગઢમાં પણ આ અફસ્પાનો કાયદો લાગુ કરાયો હતો. જોકે પંજાબ અને ચંદીગઢમાં ૧૯૯૭માં આ કાયદો હટાવી લેવાયો હતો જ્યારે ૧૯૯૦થી કાશ્મીરમાં લાગુ કરાયેલો અફસ્પાનો કાયદો આજદિન સુધી ચાલુ છે.


આ પણ વાંચો......... 


ભારતમાં ધૂમ મચાવનારી વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ The Kashmir Files આ દિવસે UAEમાં રીલિઝ થશે


હવામાન વિભાગે રાજ્યમાં આવતીકાલથી ચાર દિવસ હીટવેવની કરી આગાહી


Aadhaar Pan Link: પાન-આધાર લિંક કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો લિંક નહીં કરાવો તો કેટલો લાગશે દંડ


પ્રમોશનમાં અનામત રદ કરવાના વિરોધમાં કેન્દ્ર સરકાર, સુપ્રીમ કોર્ટમાં કહ્યુ- 4.5 લાખ કર્મચારીઓને થશે અસર


Bank Rules: જો તમારું પણ આ બેંકોમાં ખાતું છે, તો એપ્રિલથી નિયમોમાં થશે ફેરફાર, જલ્દી કરો