નવી દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસને કારણે હાહાકાર મચી ગયો છે તો બીજી બાજુ ચીનમાં એક નવા વાયરસે ચીનના લોકોની સાથે સાથે સમગ્ર વિશ્વને ફરીથી મુશ્કેલીમાં મુકી દીધું છે. શરૂઆતની જાણકારી અનુસાર આ વાયરસ કોવિડ-19 જેટલો ખતરનાક નથી. ચીનમાં કોરોના વાયરસને કારણે હજારો લોકોના મોત થયા છે, ત્યારે આ વાયરસ વિશે પણ લોકો જાણવા માગે છે. તેનાં કારણે ચીનમાં એક વ્યક્તિનું મોત પણ થયું છે.

કોરોના વાયરસને કારણે ચીન પહેલેથી જ પરેશાન હતું પરંતુ ચીનના યૂનાનમાં હંતા વાયરસને કારણે એક વ્યક્તિનું મોત થયું છે. નિષ્ણાંતો અનુસાર હંતા વાયરસ ઉંદર અને ખીસકોલીના સંપર્કમાં આવવને કારણે ફેલાય છે. હજુ સુધી કરવામાં આવેલ રિસર્ચ અનુસાર આ વાયરસ હવા દ્વારા નથી ફેલાતો અને ન તો વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાય છે. પરંતુ જો કોઈ વ્યક્તિ ઉંદર અથવા ખીસકોલીના સંપર્કમાં આવે છે તો તેને હંતા વાયરસનો ચેપ લાગવાનું જોખમ વધી જાય છે. હંતા વાયરસને કારણે લોકોમાં હંતા વાયરસ રોગ થઈ જાય છે, જેના કારણે વ્યક્તિનું મોત પણ થઈ શકે છે.

શું હોય છે હંતા વાયરસના લક્ષણ

હંતા વાયરસના લક્ષણ તમે સરળતાથી ઓળકી શકો છો. સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ અને પ્રિવેંશન અનુસાર જ્યારે કોઈ વ્યક્તિ હંતા વાયરસથી સંક્રમિત થવા પર તેને 101 ડિગ્રી ઉપર તાવ આવે છે, સ્નાયુઓમાં દુખાવો થાય છે અને તેને માથામાં દુઃખાવો પણ થાય છે. તેની સાથે સાથે હંતા વાયરસથી સંક્રમિત વ્યક્તિને ઉલ્ટી અને પેટમાં દુખાવાની સમસ્યા પણ રહે છે. સાથે સાથે ચામડી પર લાલ ચાઠા પણ ઉપસી આવે છે.

હાલમાં વૈજ્ઞાનિક તેના સંક્રમણને રોકવા માટે સતત રિસર્ચ કરી રહ્યા છે. ડોક્ટરો દ્વારા એ પણ કહેવામાં આવી રહ્યું છે કે, લોકોએ તેનાથી ગભરાવાની રૂરત નથી, કારણ કે આ માત્ર ઉંદર અને ખીસકોલીના સંપર્કમાં આવવાથી જ ફેલાય છે. જોકે હંતા વાયરસથી ભારત પણ જોવા મળ્યો હતો. 2008 અને 2016માં બે વખત હંતાના કેસ સામે આવ્યા હતા. હાલમાં સાવચેતીના ભાગરૂપે તમે પણ તમારી આસપાસ ઉંદર અને ખીસકોલાથી દૂર રહેવું જોઈએ.