નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનનું દિલ્હીમાં ગુરુવારના રોજ નિધન થયું હતું. પાસવાન છેલ્લા લાંબા સમયથી બિમાર હતા, તેઓએ દિલ્હીની એસ્કોર્ટ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધાં હતાં. રામવિલાસના પુત્ર ચિરાગ પાસવાને ટ્વિટ કરીને જાણકારી આપી હતી. રામવિલાસ પાસવાનનું હાલમાં જ એક ઓપરેશન થયું હતું. તેઓ 74 વર્ષના હતા.


રામવિલાસ પાસવાન 24 ઓગસ્ટથી દિલ્હીની હોસ્પિટલમાં દાખલ હતા. શરૂઆતમાં તેઓ રુટીન ચેકઅપ માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા પરંતુ તેમની તબીયત વધારે બગડતા આઈસીયૂમાં દાખલ કરાયા હતા.

રામવિલાસ પાસવાન દેશનૌ સૌથી અનુભવી નેતાઓમાંના એક હતા. તેઓ 9 વખત લોકસભા અને બે વખત રાજ્યસભા સાંસદ રહી ચૂક્યા છે. પાસવાસ પાસે 6 વડાપ્રધાન સાથે કામ કરવાનો અનોખો રેકોર્ડ છે. હાલમાં તેઓ બિહારથી રાજ્યસભા સાંસદ હતા.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરી રહ્યું કેંદ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના નિધનથી દેશે એક દૂરદર્શી નેતા ગુમાવ્યા છે. તેમની ગણના સર્વાધિક સક્રિય તથા સૌથી લાંબા સમય સુધી જનસેવા કરનારા સાંસદોમાં કરવામાં આવે ચે. તેઓ વંચિત વર્ગ માટે અવાજ ઉઠાવનારા અને સામાન્ય લોકો માટે સતત સંઘર્ષ કરનારા જનસેવક હતા. કટોકટી વિરોધી આંદોલન દરમિયાન જયપ્રકાશ નારાયણ જેવા દિગ્ગજો પાસેથી લોકસેવાની શીખ લેનારા પાસવાનજી ફાયરબ્રાન્ડ સમાજવાદીના રૂપમાં ઉભરી આવ્યા હતા. તે લોકો સાથે ઉંડાણ પૂર્વક જોડાયેલા હતા. તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે મારી શોક સંવેદના.

તમને જણાવીએ કે, રામવિલાસ પાસવાન કેન્દ્ર સરકારમાં ઉપભોક્તા મામલા, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મામલાના મંત્રી હતા. હવે આ વધારાનો કાર્યભાર પીયૂષ ગોયલ સંભાળશે. પીયૂષ ગોયલની પાસે આ પહેલા રેલ્વે મંત્રાલય અને વાણિજ્ય-ઉદ્યોગ મંત્રાલય છે.