vaccination:કોરોનાની બીજી લહેરે દેશમાં કોહરામ મચાવ્યો, હવે એક્સ્પર્ટ ત્રીજી લહેરના પણ સંકેત આપી રહ્યાં છે. આ સ્થિતિમાં કોરોના વાયરસથી બચવા માટે કોરોનાની રસ લેવી અનિવાર્ય છે. જો કે કોવિડની વેક્સિન લીધા બાદ કેટલાક સામાન્ય લક્ષણો જોવા મળે છે. વેક્સિનેશનન બાદ તાવ., સાંધામાં દુખાવો., માથામાં દુખાવો દેખાય છે. આવા લક્ષણો બેથી ત્રણ દિવસ રહે છે. આવા સામાન્ય લક્ષણો માટે ચિંતિત થવાની જરૂર નથી. 


જો કે વેક્સિનનેશન બાદ કેટલાક અસામાન્ય લક્ષણો દેખાય તો સાવધાન થઇ જવું જરૂરી છે. બ્રિટેનમાં એસ્ટ્રેજેનેકા ઓક્સફર્ડની વેક્સિનથી બ્લડકલોટના સાઇડ ઇફેકેટની અસર ભારતની કોવિશીલ્ડ વેક્સિન પર પણ પડી છે. જેના કારણે લોકો વેક્સિન લેતા  ગભરાટ અનુભવે છે. આ સ્થિતિને જોતા સ્વાસ્થ્ય મંત્રાલયે એક એડવાઇઝરી જાહેર કરી છે. જેમાં લોકોને વેક્સિનના 20 દિવસની અંદર બ્લડ ક્લોટિંગના લક્ષણો ઓળખવાની અપીલ કરી છે. જો કોઇ ગંભીર લક્ષણ દેખાય તો તેને વેક્સિનેશન સેન્ટર પર નોંધાવવાનો પણ લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે. 


સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલ એડવાઝરીમાં જણાવ્યું છે કે, વેક્સિન લીધા બાદ શરીર પર ચકામા થઇ જાય, ચક્કર આવે, ગભરામણ થાય કે બેભાન થઇ જવાય કે પછી આવી સ્થિતિનો અનુભવ થાય તો આ ગંભીર સાઇડ ઇફેક્ટ છે. વેક્સિન બાદ આવા લક્ષણો શરીરમાં અનુભવાય તો નજર અંદાજ ન કરવા જોઇએ અને તરત ડોક્ટરની સલાહ લેવી જોઇએ. તેમજ આ મુદ્દે વેક્સિનેશન સેન્ટરરમાં પણ જાણ કરવી જરૂરી છે. 


સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલ એડવાઝરીમાં જણાવ્યું છે કે, જો આપને માઇગ્રેઇનની સમસ્યા નથી અને માથાના દુખાવા સાથે ઉલ્ટીઓ થતી હોય તો વેક્સિનેશન સેન્ટર પર આ રિપોર્ટ નોંધાવો જરૂરી છે. વેક્સિન લગાવ્યાં બાદ શરીરનો કોઇ અંગનું કામ કરવાનું બંધ થઇ જવું. સતત વોમિટ થવી., આંખોમાં ધૂંધળું દેખાવું પણ સામાન્ય વાત નથી. આવી કોઇ સમસ્યા દેખાય તો વેક્સિનેશન સેન્ટર પર હેલ્થ વર્કરને આ મુદ્દે જાણકારી જરૂર આપવી


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
 ભારતમાં કોરોના મહામારીથી બગડતી સ્થિતિમાં હવે સુધારો જોવા મળી રહ્યો છે. સતત ચોથા દિવસે એક લાખ કરતાં ઓછા કોરોનાના કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર, વિતેલા 24 કલાકમાં 91702 નવા કોરોનાને કેસ આવ્યા છે અને 3403 લોકોના મોત થયા છે. જ્યારે 1 લાખ 34 હજાર 580 લોકો કોરોનાથી ઠીક થાય છે. એટલે કે વિતેલા  દિવસે 46281 એક્ટિવ કેસ ઘટ્યા છે. આ પહેલા બુધારે 94052 કેસ નોંધાયા હતા.