Afzal Ansari Gangster Act Case: ગાઝીપુરની સાંસદ-ધારાસભ્ય કોર્ટે BSP સાંસદ અફઝલ અંસારીને ગેંગસ્ટર એક્ટમાં દોષિત ઠેરવ્યા છે. અફઝલ અંસારીને 4 વર્ષની સજા અને 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સાથે તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. BSP સાંસદ અફઝલ અંસારી વિરુદ્ધ ગેંગસ્ટર એક્ટ હેઠળ ચાલી રહેલા કેસમાં કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. 1 એપ્રિલે દલીલો પૂર્ણ થયા બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. વર્ષ 2007માં નોંધાયેલા આ કેસમાં બાંદા જેલમાં બંધ મુખ્તાર અંસારી અને તેના સાંસદ ભાઈ અફઝલ અંસારી આરોપી હતા. આ પહેલા કોર્ટે મુખ્તાર અંસારીને 10 વર્ષની જેલની સજા ફટકારી છે અને તેના પર 5 લાખનો દંડ પણ ફટકાર્યો છે.


સંસદ સભ્યપદ જવું નિશ્ચિત


જાહેર છે કે, જો કોઈ સંસદ સભ્યને બે વર્ષ અથવા બે વર્ષથી વધુની સજા થાય છે, તો સંસદ સભ્ય પદ નિશ્ચિતપણ સસ્પેન્ડ માનવામાં આવે છે. હાલમાં અફઝલ અંસારી ગાઝીપુરથી સાંસદ છે અને તેઓ BSPની ટિકિટ પર જીત્યા છે. જાહેર છે કે, વર્ષ 2005માં 29 નવેમ્બરે મોહમ્મદબાદના તત્કાલિન ભાજપના ધારાસભ્ય કૃષ્ણાનંદ રાય સહિત સાત લોકોને ગોળીઓ ધરબી દેવામાં આવી હતી. આ હત્યા કેસમાં મુખ્તાર અંસારી અને તેના ભાઈ અફઝલને આરોપી બનાવવામાં આવ્યા હતા.


22 નવેમ્બર, 2007ના રોજ આ હત્યા કેસ અંગે ગાઝીપુર જિલ્લાના મોહમ્મદબાદ કોતવાલી ખાતે ગેંગસ્ટર ચાર્ટમાં સાંસદ અફઝલ અંસારી અને મુખ્તાર અંસારી સહિત ગેંગસ્ટર એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ 23 સપ્ટેમ્બર 2022ના રોજ બંને સામે પ્રથમદર્શી આરોપો ઘડવામાં આવ્યા હતા અને ફરિયાદી પક્ષની જુબાની પૂર્ણ થઈ હતી. બીજી તરફ મુખ્તાર અંસારીની સજા પર ભાજપના પ્રવક્તા રાકેશ ત્રિપાઠીએ કહ્યું છે કે અતીક-મુખ્તાર સમાંતર સરકાર ચલાવતા હતા. પહેલા કોર્ટ સુનાવણી હાથ ધરવાથી પીછેહઠ કરતી હતી, આજે માફિયાઓને ખતમ કરવાનું કામ થઈ રહ્યું છે.


Mukhtar Ansari News: મુખ્તાર અંસારીને કોર્ટ ફટકારી 10 વર્ષની સજા, ગાંઝીપુરની MP-MLA કોર્ટે સંભાળાવી સજા


Mukhtar Ansari News: ગાઝીપુરની એમપી એમએલ કોર્ટે શનિવારે ગેંગસ્ટર એક્ટ કેસમાં મુખ્તાર અન્સારીને  10 વર્ષની સજા ફટકારી છે.  મુખ્તાર અંસારીને સંબંધિત ગેંગસ્ટર એક્ટ કેસમાં શનિવારે સજા સંભળાવવામાં આવી છે. ગાઝીપુરની એમપી એમએલએલ કોર્ટે  કોર્ટે 16 વર્ષ જૂના કેસમાં પૂર્વ ધારાસભ્યને 10 વર્ષની સજા સંભળાવી છે. આ સાથે કોર્ટે પાંચ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.


ગાઝીપુરની એમપી એમએલએલ કોર્ટે શનિવારે મૌના પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારીને ગેંગસ્ટર એક્ટ કેસમાં સજા સંભળાવી છે. ચુકાદો આપતી વખતે કોર્ટે તેને દસ વર્ષની જેલની સજા અને પાંચ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. આ મામલો ભાજપના પૂર્વ ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની હત્યા સાથે જોડાયેલો છે. આ કેસમાં BSPના વર્તમાન સાંસદ અને મુખ્તાર અંસારીના ભાઈ પણ ગેંગસ્ટર એક્ટ હેઠળ છે. જો કે સમાચાર લખાય છે ત્યાં સુધી કોર્ટે સાંસદ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે.