નવી દિલ્હીઃ IPL 2020 શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ગત વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ(MI) 29 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર ચેન્નઈ સુપર કિંગ્સ(CSK) સામે આઈપીએલ સીઝન 13ની પ્રથમ મેચ રમશે. મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપ રોહિત શર્મા અને ચેન્નઇ સુપર કિંગ્સની કેપ્ટનશિપ ધોની કરશે.  મેચનું શેડ્યૂલ તમામ ફ્રેન્ચાઈઝીને મોકલી દેવામાં આવ્યું છે, જ્યારે સત્તાવાર જાહેરાત હજુ કરવામાં આવી નથી.


ન્યૂઝ એજન્સીના રિપોર્ટ પ્રમાણે પ્રથમ મેચ 29 માર્ચના રોજ રમાશે. આ દિવસે બે મેચ રમાશે, જ્યારે અંતિમ મેચ 17 મેના રોજ રમાશે. આઈપીએલ ફ્રેન્ચાઇઝી સનરાઇઝર્સ હૈદરાબાદે સીઝન 13નું શેડ્યૂલ ટ્વિટર પર શેર કર્યુ છે.


આ વખથે લીગ રાઉન્ડ 50 દિવસ સુધી ચાલશે, ગત વર્ષે 44 દિવસ સુધી ચાલ્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે સીઝનનો અંતિમ મુકાબલો રમાશે. રાજસ્થાન રોયલ્સે ગુવાહાટીને તેમના સંભવિત બીજા ઘરેલુ મેદાન તરીકે પસંદગી કરી છે, બાકી સાત ફ્રેન્ચાઈઝીએ પારંપરિક ઘરેલુ મેદાનની જ પસંદગી કરી છે.


આઈપીએલ 2020 ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ વન ડે ઈન્ટરનેશનલ મેચ સમાપ્ત થયાના 11 દિવસ બાદ શરૂ થશે.


કેજરીવાલ દિલ્હીના CM તરીકે ત્રીજી વખત શપથ ગ્રહણ કરશે, 6 મંત્રીઓ પણ લેશે શપથ