આ સિવાય બીજા અન્ય ફાયદા ગણાવતા તેમણે કહ્યું, લોકડાઉનના કારણે આપણને સમય મળ્યો કે આપણે ઘણી વસ્તુઓ કરી શક્યા. પછી તે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસીત કરવાની વાત હોય કે કોવિડ કેર હોસ્પિટલ બનાવવાની હોય, કોવિડ કેર ફૈસિલીટી તૈયાર કરવાની હોય, કોવિડ આઈસીયૂ હોય કે ટ્રેનિંગની વાત હોય. પહેલા આપણે રોજના હજાર બે હજાર ટેસ્ટ કરી રહ્યા હતા. હવે 80-90 હજાર ટેસ્ટ કરી રહ્યા છીએ. તેની વચ્ચે અમને સ્વાસ્થ્ય સેવાઓને સારી કરવા માટે ઘણો સમય મળ્યો.
કોરોના વાયરસ દેશમાં ક્યારે ચરમ પર હશે એટલે પીક ક્યારે આવશે ? તેમણે કહ્યું હાલ જે રીતે કેસ વધી રહ્યા છે તે જોતા પીક આવશે જ. તેમણે કહ્યું ભારતીય અને અંતરરાષ્ટ્રીય એક્સપર્ટ તેના ડેટાનું વિશ્લેષણ કરી રહ્યું છે. વધુ પડતા લોકોનું માનવું છે કે જૂન-જૂલાઈમાં કેસ વધી શકે છે. કેટલાક લોકો ઓગષ્ટ અને આ પહેલા પણ કહી રહ્યા છે, પરંતુ આશા છે કે જૂન-જૂલાઈમાં પીક આવશે.
દેશમાં કોરોના વાયરસના કેસ વધવા પર તેમણે કહ્યું ટેસ્ટ અને પોઝિટિવ રેશિયો હાલ પણ લગભગ એટલો જ છે, જેટલો પહેલો હતા. તેમણે એમ પણ કહ્યું કે લૉકડાઉનના નિયમોનું યોગ્ય રીતે પાલન થયું તો કેસનો ગ્રાફ ઓછો થઈ શકે છે.
કોરોના ક્યારે ખત્મ થશે? તેના પર ડૉક્ટર ગુલેરિયાએ કહ્યું, આ લાંબી લડાઈ છે. એવું નથી કે પીક આવીને જતો રહેશે તો કોરોના ખત્મ થઈ જશે. આપણી જીવનશૈલી લાંબા સમય સુધી બદલાશે.