નવી દિલ્હીઃ 17મી લોકસભાના પ્રથમ સત્રના બીજા દિવસે પણ ચૂંટણી જીતીને આવેલા નેતાઓના શપથ લેવાનું ચાલુ છે. આ દરમિયાન એક રસપ્રદ ઘટના જોવા મળી હતી. AIMIMના સાંસદ અસદુદ્દીન ઓવૈસી સંસદ સભ્ય તરીકે શપથ લેવા ઉભા થયા ત્યારે હાજર ભાજપના સાંસદોએ ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ્’ ના નારા લગાવ્યા હતા.

આ જોઈ હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ ઈશારા-ઈશારામાં વધારે જોરથી નારા લગાવવા કહ્યું હતું. જ્યારે નારાનો અવાજ ઓછો થયો ત્યારે તેમણે ઉર્દૂમાં શપથ લીધા. ઓવૈસીએ શપથ ખતમ થયા બાદ ‘જય ભીમ’, ‘અલ્લાહુ અકબર’, ‘જય હિંદ’ના નારા લગાવ્યા હતા.

BJP નેતાઓની નારાબાજી પર ઓવૈસીએ સંસદની બહાર કહ્યું, “મને જોઈને તે લોકોને આ યાદ આવ્યું તે સારી વાત છે. જો તેમને બંધારણ અને મુઝફ્ફરપુરમાં બાળકોના મોત પણ યાદ હોત તો સારું થાત.”


શપથ ગ્રહણ બાદ હેમા માલિનીએ કહ્યું- ‘રાધે રાધે, કૃષ્ણં વંદે જગદગુરુ’, જુઓ વીડિયો

કુલદીપના બોલ પર ફિદા થયું ICC, આ બોલને ગણાવ્યો વર્લ્ડકપનો શ્રેષ્ઠ બોલ, જુઓ વીડિયો

ગ્રેમ સ્વાનની ભવિષ્યવાણી, આ બે ટીમ વચ્ચે રમાશે વર્લ્ડકપ 2019ની ફાઈનલ મેચ

અમરેલીમાં ગૌશાળા સંચાલકે લાકડી મારીને સિંહના મોંમાથી વાછરડાને છોડાવી સિંહને ભગાડ્યો, જુઓ વીડિયો