Air India Flight News: એર ઈન્ડિયા ન્યૂયોર્ક-દિલ્હી ફ્લાઈટ (AI-102)ને ઓનબોર્ડ મેડિકલ ઈમરજન્સીના કારણે બ્રિટનમાં ડાયવર્ટ કરવામાં આવી છે. એર ઈન્ડિયાની ન્યૂયોર્ક-દિલ્હી ફ્લાઈટ (AI-102) ને સોમવારે (20 ફેબ્રુઆરી) ઓનબોર્ડ મેડિકલ ઈમરજન્સીને કારણે લંડન  ડાયવર્ટ કરવામાં આવી છે. ઓનલાઈન ઉપલબ્ધ માહિતી અનુસાર, AI-102 લગભગ 11.25 વાગ્યે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચવાનું હતું. ટ્રેકિંગ ડેટા અનુસાર, ઉડાન નોર્વેમાં હતી એ  દરમિયાન ફ્લાઇટ અચાનક યુકે તરફ ડાયવર્ટ થઈ ગઈ હતી.


આ પહેલા સોમવારે દિલ્હીથી દેવગઢ જતી ઈન્ડિગોની ફ્લાઈટને બોમ્બની ધમકી બાદ લખનઉ  તરફ ડાયવર્ટ કરવામાં  આવી હતી. ધમકીભર્યા કોલ અફવા હોવાનું બહાર આવતાં વિમાનને પાછળથી ટેકઓફ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. એરલાઈને એક નિવેદનમાં જણાવ્યું હતું કે તમામ જરૂરી સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું હતું અને એરક્રાફ્ટને ટેક ઓફ કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી. ઈન્ડિગો તપાસમાં સુરક્ષા એજન્સીઓના નિયમોનું પાલન કરી રહી છે.


ચૌધરી ચરણ સિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટે જણાવ્યું હતું કે ફ્લાઇટ બપોરે 12:20 વાગ્યે સુરક્ષિત રીતે ઉતરી હતી અને તેને આઇસોલેશન બેમાં લઈ જવામાં આવી હતી. એરપોર્ટ સુરક્ષાએ ખતરાની પુષ્ટિ કરવા માટે જરૂરી તપાસ હાથ ધરી હતી અને યોગ્ય તપાસ કર્યા પછી વિમાનને આગળની મુસાફરી માટે મોકલવામાં આવી હતી. 


Joe Biden  Visit To Kyiv: અમેરિકી પ્રમુખ બાઈડેન  કિવની ઓચિંતી  મુલાકાતે પહોંચ્યા


રશિયા-યુક્રેન યુદ્ધના એક વર્ષ પૂર્ણ થવા પહેલા યુએસ પ્રમુખ જો બાઈડેન  યૂક્રેનના કિવની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા છે.  યુક્રેનના સાંસદ લેસિયા વાસિલેન્કોએ સોમવાર, 20 ફેબ્રુઆરીના રોજ પુષ્ટિ કરી હતી. અહેવાલો અનુસાર, બાઈડેનના પ્રવાસ કાર્યક્રમમાં સૂચવવામાં આવ્યું હતું કે તેઓ પોલેન્ડની મુલાકાત લેશે, પરંતુ તેઓ યુક્રેનની રાજધાનીમાં ઉતર્યા હતા.  


યુએસ પ્રમુખ જો બાઈડેન સોમવારે (20 ફેબ્રુઆરી) યુક્રેનની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે યુક્રેનની રાજધાની કિવની ઓચિંતી મુલાકાત લીધી હતી. બાઈડેન કિવમાં રાષ્ટ્રપતિ  ઝેલેન્સકીને મળ્યા હતા. અગાઉ, ઝેલેન્સકી 21 ડિસેમ્બરે વોશિંગ્ટન ડીસીની ઐતિહાસિક મુલાકાત દરમિયાન જો બાઈડેનને મળ્યા હતા, જે ફેબ્રુઆરી 2022 પછી રાષ્ટ્રપતિની પ્રથમ વિદેશ યાત્રા હતી.


સીએનએનના અહેવાલ મુજબ, જો બાઈડને કિવની મુલાકાત દરમિયાન યુક્રેનને 50 કરોડ ડૉલરની વધુ લશ્કરી સહાયની જાહેરાત કરી છે.


જો બાઈડેનનો યુક્રેન પ્રવાસ


રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન પ્રથમ વખત કિવની મુલાકાતે આવ્યા છે. બાઈડેનના આ પ્રવાસે સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવ્યો છે. અગાઉ, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી 21 ડિસેમ્બરે વોશિંગ્ટન ડીસીની તેમની ઐતિહાસિક મુલાકાત દરમિયાન જો બાઈડેનને મળ્યા હતા, જે ફેબ્રુઆરી 2022 પછી રાષ્ટ્રપતિની પ્રથમ વિદેશ યાત્રા હતી.