લખનઉઃ સમાજવાદી પાર્ટી માટે આજનો દિવસ ખૂબ ખાસ છે. ઘરમાં મચેલા ઘમાસાણ બાદ આજે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવ પોતાનો ચૂંટણી રથ લઇને નીકળવાના છે. પરિવારના ઝઘડામાં અલગ પડ્યા બાદ અખિલેશે એકલા જ ચૂંટણી અભિયાન શરૂ કરવાની વાત કરી હતી. રિપોર્ટ પ્રમાણે, મુલાયમસિંહ યાદવ આ રથયાત્રાને લીલી ઝંડી આપશે.


આજે સૌની નજર અખિલેશની આ યાત્રા પર છે કારણ કે આ ચૂંટણી અભિયાનમાં કોણ કોણ તેમની સાથે છે તેની જાણ થશે. અત્યાર સુધીના રિપોર્ટ પ્રમાણે, કાકા શિવપાલ આ યાત્રામાં હશે કે નહીં તેને લઇને સસ્પેન્સ છે. અખિલેશ સવારે ઉન્નાવથી પોતાની યાત્રા નીકાળશે અને સાંજે પાછા લખનઉ ફરશે. લખનઉના સર્તાઓ પર યાત્રાના પોસ્ટરો લાગેલા છે.