નવી દિલ્લી: દિલ્લી પોલીસે રાહુલ ગાંધી અને મનીષ સિસોદિયા પછી હવે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અટકાયત કરી લીધી છે. કેજરીવાલ પૂર્વ સૈનિક રામ કિશન ગ્રેવાલના પરિવારને મળવા માટે હોસ્પિટલ ગયા હતા. કેજરીવાલ 4-5 કલાકથી હોસ્પિટલની અંદર જવા માટે કોશિશ કરી રહ્યા હતા. પરંતુ પોલીસ તેમને અંદર જવા દેતી નહોતી. કેજરીવાલ પહેલા મનીષ સિસોદિયા પૂર્વ સૈનિક પરિવારને મળવા હોસ્પિટલ ગયા હતા, તેમને પણ પોલીસે અંદર જવા દીધા નહોતા. સિસોદિયાને પણ પોલીસે અટકાયત કરી લીધી હતી. જ્યારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ સૈનિકના પરિવારજનોને મળવા પહોંચ્યા હતા.
પરંતુ તેમને પણ પોલીસે અટકાયત કરી લીધી હતી. રાહુલ ગાંધીને બે કલાક જેલમાં રાખ્યા પછી છોડી દીધા હતા. તેના પછી રાહુલ ગાંધી એક વાર ફરી સૈનિકના પરિવારજનોને મળવા પહોંચ્યા તો દિલ્લી પોલીસે તેમની ફરીથી અટકાયત કરી લીધી હતી. તમને જણાવી દઈએ કે, પૂર્વ સૈનિકે ઓઆરઓપીની માંગ પૂરી નહીં થતાં મંગળવારે દિલ્લીમાં ઝેર ખાઈને અટકાયત કરી લીધી હતી.