નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં ઇઝરાયલ એમ્બેસી પાસે શુક્રવાર સાંજે IED વિસફોટ થતાં ભારે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર સાંજે 5.45 વાગ્યે બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટની તીવ્રતાથી ત્રણ કાર ક્ષતિગ્રસ્ત થઈ છે. આ બ્લાસ્ટને લઈ દેશના તમામ એરપોર્ટ પર અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.


દિલ્હીમાં બ્લાસ્ટને લઈ અમદાવાદ એરપોર્ટ પર કડક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. CISFના જવાનો એરપોર્ટ પર પેટ્રોલિંગ કરી રહ્યા છે. દેશના તમામ એરપોર્ટ પર અલર્ટ જાહેર કરી દેવાામાં આવ્યું છે.

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર કોઈને ઈજા નથી પહોંચી. સૂત્રોના જણાવ્યા અનુસાર વિસ્ફોટમાં એમોનિયમ નાઈટ્રેટનો ઉપયોગ થયો હોવાની શક્યતા છે.

દિલ્હી પોલીસે જણાવ્યું કે, 'ઇઝરાયેલની એમ્બેસીની પાસે એક લો ઈન્ટેસિટી બ્લાસ્ટ થયો છે. હાલ આ બ્લાસ્ટ ક્યાં કારણોસર થયો તેની વિગતો સામે નથી આવી.