[gallery ids="377809"]
આ ઘટનાને જોતા એરપોર્ટ પર હાઇએલર્ટ આપી દેવામાં આવ્યું છે. વધતા તનાવને જોઇને લેહ, શ્રીનગર, પઠાણકોટ, ચંદીગઢ, દેહરાદૂન અને ધર્મશાળાના એરપોર્ટને હાઇએલર્ટ પર મુકવામાં આવ્યા છે, જ્યારે અન્ય અરપોર્ટ પરથી બધી ફ્લાઇટ્સને રોકી દેવામાં આવી છે.
ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, પાકિસ્તાની વાયુસેનાના 3 F16 વિમાન બુધવારે ભારતીય વાયુસીમામાં ઘૂસ્યા, આ વિમાન નૌશેરા સેક્ટરની બિમ્બર ગલીમાં ઘૂસ્યા ત્યાં પહાડીઓ પર રૉકેટ ફેંકીને ભાગી ગયા હતા.