Uttarkashi Tunnel Collapse Update: ઉત્તરકાશીના સિલ્ક્યારાની ટનલમાં ફસાયેલા મજૂરો આખરે 17માં દિવસે બહાર આવ્યા છે. મંગળવારની બપોર તેમના માટે જીવનની નવી સવાર લઈને આવી છે.  ટનલમાંથી બહાર આવ્યા બાદ તાત્કાલિક કામદારોને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.  બચાવ કામગીરીની સફળતા બાદ મજૂરોના પરિવારજનો, બચાવ દળ અને વહીવટીતંત્રે રાહતનો શ્વાસ લીધો છે. ટનલમાંથી તમામ 41 મજૂરોને બહાર કાઢવામાં આવ્યા છે.  12 નવેમ્બરથી ઉત્તરાખંડમાં સિલ્ક્યારા ટનલની અંદર ફસાયેલા તમામ 41 કામદારોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે.






ઝારખંડના રહેવાસી વિજય હોરોને સૌથી પહેલા બહાર કાઢવામાં આવ્યા હતા. અન્ય એક મજૂર ગણપતિ હોરોને પણ ટનલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.  આ દરમિયાન મુખ્યમંત્રીએ તેમનું શાલ ઓઢાડીને સ્વાગત કર્યું હતું. અત્યાર સુધીમાં તમામ 41 મજૂરોને સુરંગમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. 


એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા


મજૂરો ટનલમાંથી બહાર આવ્યા બાદ વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી હતી.બુધવારથી જ અહીં 41 એમ્બ્યુલન્સ અને ડોક્ટરોની ટીમ તૈનાત કરવામાં આવી હતી.સુરંગમાંથી બહાર આવતાની સાથે જ પ્રાથમિક તપાસ માટે સુરંગની બહાર કામચલાઉ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ કામદારોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.  આ સાથે અહીં એક હેલિકોપ્ટર પણ તૈનાત છે. જેથી કરીને જો કોઈને જરૂર હોય તો તેને તાત્કાલિક મોટી હોસ્પિટલમાં લઈ જઈ શકાય.


કામદારોની સંભાળ માટે, ચિન્યાલીસૌરમાં કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં 41 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે, જ્યાં આ કામદારોને લઈ જવામાં આવ્યા હતા. આ બચાવ કામગીરી પર સમગ્ર દેશ અને દુનિયાની નજર હતી. પીએમ મોદી પોતે આ ઓપરેશન પર નજર રાખી રહ્યા હતા અને ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામી પાસેથી સતત અપડેટ લઈ રહ્યા હતા.


અગિયાર દિવસ પછી કામદારો બહાર આવ્યા


તમને જણાવી દઈએ કે 12 નવેમ્બરે દિવાળીના દિવસે ઉત્તરકાશીના સિલ્ક્યારા ટનલમાં અચાનક પાણી ધસી પડ્યું હતું, જેમાં 41 મજૂરો ટનલમાં જ ફસાઈ ગયા હતા. છેલ્લા અગિયાર દિવસથી આ મજૂરોને બચાવવા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી સતત ચાલી રહી હતી. ઘણી વખત આમાં કેટલીક અડચણો આવી, જેના કારણે બચાવ કાર્યમાં વિલંબ થયો, પરંતુ આ તમામ અવરોધો દૂર થઈ ગયા અને આખરે આજે વહીવટીતંત્રને તેમાં સફળતા મળી.


રેટ માઈનિંગ શું છે


રેટ માઈનિંગ તેના નામ પ્રમાણે તેનો અર્થ થાય છે 'ઉંદરોની જેમ ખોદવું'. જ્યાં ઓછી જગ્યા કે સાંકડી જગ્યા હોય, જ્યાં મોટી મશીનો અથવા ડ્રિલિંગનો વિકલ્પ કામ ન કરી શકે ત્યાં રેટ માઈનિંગ કરનારાઓ કામ કરે છે. આમાં, રેટ માઈનિંગ કરનારાઓની ટીમ હાથ દ્વારા ખોદકામ કરે છે. આ લોકો નાની જગ્યામાં પોતાના હાથ વડે ધીમે ધીમે ખોદકામ કરે છે. તેથી જ તેને 'રેટ માઈનિંગ' કહેવામાં આવે છે.


9 વર્ષ પહેલા આ  પ્રક્રિયા પ્રતિબંધિત છે


16 દિવસ સુધી તમામ નિષ્ણાતો અને હાઇટેક મશીનો કાટમાળ હટાવવામાં લાગેલા હતા. ડ્રિલિંગ માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ તમામ વિકલ્પો અપૂરતા સાબિત થઈ રહ્યા હતા. સોમવારે રાત્રે 9 વર્ષ પહેલા પ્રતિબંધિત રેડ માઈનિંગ કરનારાઓને બચાવ કામગીરી સોંપવામાં આવી હતી. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જો કે, હજુ પણ જુદા જુદા ભાગોમાં રેટ હોલ માઇનિંગ કરવામાં આવે છે.