Uttarkashi Tunnel News: ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં સિલ્ક્યારા ટનલમાં 17 દિવસથી ફસાયેલા 41 મજૂરો માટે મંગળવારે (28 નવેમ્બર) સારા સમાચાર આવ્યા. સોમવારે મજૂરોને ટનલમાંથી બહાર કાઢાવામાં આવ્યા છે. 2 મજર અત્યાર સુધીમાં બહાર આવ્યા છે. એક બાદ એક મજૂરોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.  






ટીમે અહીં બચાવ કાર્ય હાથ ધર્યું હતું. બપોરે 2:30 વાગ્યા સુધીમાં કાટમાળ હટાવવાની કામગીરી પૂર્ણ કરી હતી. 


ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં સિલ્ક્યારા ટનલમાં 17 દિવસથી ફસાયેલા 41 મજૂરોને બહાર કાઢવાનું કામ શરૂ થઈ ગયું છે. સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા કામદારોમાં વિજય હોરીને સૌથી પહેલા બચાવી લેવામાં આવ્યો હતો. આ પછી ગણપતિ હોરીને બહાર કાઢવામાં આવ્યા હતા. રેટ માઈનર્સ કામદારો માટે દેવદૂત બનીને આવ્યા હતા. ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામી તમામ મજૂરોનું શાલ ઓઢાડીને સ્વાગત કરશે.


રાહત કાર્ય સંબંધિત અપડેટ અંગે ઉત્તરાખંડના સીએમ પુષ્કર ધામીએ બપોરે 2.30 વાગ્યે કહ્યું કે બાબા બૌખ નાગજીની અપાર કૃપા, કરોડો દેશવાસીઓની પ્રાર્થના અને તમામ બચાવ દળની અથાક મહેનતના પરિણામે. બચાવ કામગીરી, કામદારોને બહાર કાઢવામાં આવ્યા છે.ટનલમાં પાઈપ નાખવાનું કામ પૂર્ણ થઈ ગયું છે.


રેટ માઈનિંગ શું છે


રેટ માઈનિંગ તેના નામ પ્રમાણે તેનો અર્થ થાય છે 'ઉંદરોની જેમ ખોદવું'. જ્યાં ઓછી જગ્યા કે સાંકડી જગ્યા હોય, જ્યાં મોટી મશીનો અથવા ડ્રિલિંગનો વિકલ્પ કામ ન કરી શકે ત્યાં રેટ માઈનિંગ કરનારાઓ કામ કરે છે. આમાં, રેટ માઈનિંગ કરનારાઓની ટીમ હાથ દ્વારા ખોદકામ કરે છે. આ લોકો નાની જગ્યામાં પોતાના હાથ વડે ધીમે ધીમે ખોદકામ કરે છે. તેથી જ તેને 'રેટ માઈનિંગ' કહેવામાં આવે છે.


9 વર્ષ પહેલા આ  પ્રક્રિયા પ્રતિબંધિત છે


16 દિવસ સુધી તમામ નિષ્ણાતો અને હાઇટેક મશીનો કાટમાળ હટાવવામાં લાગેલા હતા. ડ્રિલિંગ માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ તમામ વિકલ્પો અપૂરતા સાબિત થઈ રહ્યા હતા. સોમવારે રાત્રે 9 વર્ષ પહેલા પ્રતિબંધિત રેડ માઈનિંગ કરનારાઓને બચાવ કામગીરી સોંપવામાં આવી હતી. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જો કે, હજુ પણ જુદા જુદા ભાગોમાં રેટ હોલ માઇનિંગ કરવામાં આવે છે.