નવી દિલ્હીઃ હાલમાં લોકસભાની ચૂંટણીને લઇને રાજકીય માહોલ ગરમાયો છે. આ બધાની વચ્ચે ચૂંટણી પંચે મંગળવારે એક મોટુ નિવેદન આપ્યુ છે. ઇસીએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરના બધા રાજકીય પક્ષો રાજ્યમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એકસાથે કરાવવા માટે સહમત થયા છે. અધિકારીઓએ આ વાતની માહિતી આપી છે. મુખ્ય ચૂંટણી પંચ કમિશનર સુનિલ અરોડાના નેતૃત્વમાં આવેલા એક પક્ષે જુદાજુદા રાજકીય પક્ષોની સાથે વિચાર વિમર્શ કર્યો.
આ પક્ષોએ ચૂંટણી પંચ પર પુરેપુરો વિશ્વાસ વ્યક્ત કર્યો. આ પક્ષોમાં કોંગ્રેસ, બીજેપી, નેશનલ કોન્ફરન્સ, પીડીપી, સીપીએમ અને નેશનલ પેન્થર્સ પાર્ટી સહિતના અન્ય પક્ષોના પ્રતિનિધિઓ સામેલ હતાં.
નોંધનીય છે કે, રાજ્યમાં સરકાર ના બનવાની સ્થિતિને જોતા અને રાજ્યપાલ શાસનનો સમય પુરો થયા બાદ જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે રાષ્ટ્રપતિ શાસન લગાવી દીધુ હતું.