નવી દિલ્લી: સતલજ-યમુના વિવાદ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી પંજાબની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. હરિયાણા અને પંજાબની સરકાર પણ સામ સામે આવી ગઈ છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ કેપ્ટન અમરિંદર સિંહે લોકસભાના સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે જ્યારે પંજાબના ડેપ્યુટી સીએમ સુખબીર સિંહ બાદલે કહ્યું કે તે હરિયાણાને પાણી આપશે નહીં. પંજાબ સરકારે આજે સાંજે 6 વાગે કેબિનેટની મીટિંગ બોલાવી છે.

બીજી બાજુ હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટરે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું હતું. તેમને કહ્યું કે પંજાબ સરકારનો નિર્ણય ગેરબંધારણીય છે.

શું છે મામલો?
સતલજ-યમુના વિવાદ પર સુપ્રીમ કોર્ટે આજે હરિયાણાના પક્ષમાં નિર્ણય આપ્યો છે જેના મારફતે પંજાબે હરિયાણા માટે પાણી છોડવું પડશે. સતલજ-યમુના વિવાદ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય હરિયાણાના પક્ષમાં ગયો છે. જેનાથી પંજાબને ફટકો પડ્યો છે. ખાસ વાત તો એવી છે કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે થોડા મહિનાઓમાં પંજાબ વિધાનસભાની ચૂંટણી થનાર છે.

દિલસ્પર્શ વાત તો એવી છે કે સતલજ-યમુના લિંગના મુદ્દા પર જ્યારે પંજાબ અને હરિયાણા સામ સામે છે, બન્ને રાજ્યોના સીએમ નિર્ણય સમયે એક ખાનગી સમારોહમાં એક મંચ પર હાજર હતા.