Anant Radhika wedding: અંબાણી પરિવારમાં ઉજવણીનો માહોલ છે. દરેક લોકો અનંત-રાધિકાના લગ્નની તૈયારીમાં વ્યસ્ત છે. આજે સંગીત સેરેમની યોજાશે. અનંત અને રાધિકાના લગ્નના ફંક્શન 14 જૂલાઇ સુધી યોજાશે.


અનંત અને રાધિકાના લગ્નનું મામેરુ ભરાયા બાદ પાંચ જૂલાઈએ મુંબઈમાં NMACC ખાતે સંગીત સેરેમનીનું આયોજન થવા જઈ રહ્યું છે. સેલેબ્સ તેમાં હાજરી આપે તેવી અપેક્ષા છે. આ સાથે જસ્ટિન બીબર અને બાદશાહ પણ પરફોર્મ કરવાના છે. દરેક લોકો ડાન્સ કરતા જોવા મળશે.


એટલું જ નહીં, સલમાન ખાન અને રણવીર સિંહ પણ આ મ્યૂઝિક નાઈટનો ભાગ હશે. જ્હાન્વી કપૂર બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે આ ફંક્શનમાં ભાગ લેતી જોવા મળશે. જાવેદ જાફરીનો પુત્ર મીઝાન જાફરી પણ ધૂમ મચાવતો જોવા મળશે.


ગૃહપૂજા 8 જૂલાઇએ


આ પછી 8મી જુલાઈના રોજ ગૃહપૂજા થશે. આમાં ફક્ત નજીકના મિત્રો અને સંબંધીઓ જ સામેલ થશે. 10મી જૂલાઈએ 'શિવ' પૂજા થશે, જે અનંત અને રાધિકાની શુભકામનાઓ માટે રાખવામાં આવી છે. રાત્રે યંગસ્ટર્સ નાઈટ થવા જઈ રહી છે, જેમાં ઘણા લોકો ભાગ લેશે.


સાત ફેરા બાદ આ દિવસોમાં રિસેપ્શન યોજાશે


લગ્ન 12મી જૂલાઈના રોજ થવા જઈ રહ્યા છે. આ પછી 13મી જૂલાઈએ આશીર્વાદ (મિની રિસેપ્શન) થશે. સાંજે 6 વાગ્યે NMACC ખાતે થવા જઈ રહ્યું છે. આ પછી 14 જૂલાઈના રોજ છેલ્લું રિસેપ્શન યોજાશે, જેમાં મીડિયા અને ફિલ્મ ઉદ્યોગના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.


આ રેડ કાર્પેટ ફંક્શનમાં દરેક લોકો ડાન્સ કરતા જોવા મળશે. રિપોર્ટ અનુસાર દરેક ફંક્શન માટે અલગ મેનુ રાખવામાં આવ્યું છે. લગ્ન ખૂબ જ ભવ્ય થવા જઈ રહ્યા છે, જેને જોવા દરેક લોકો આતુર છે. નોંધનીય છે કે ગયા મહિને અનંત અને રાધિકાએ 3 દિવસની ક્રૂઝ પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો, નજીકના મિત્રો અને સંબંધીઓએ ભાગ લીધો હતો.                    


5 જુલાઇના રોજ સાંજે યોજાશે. આંતરરાષ્ટ્રીય પોપ સિંગર જસ્ટિન બીબર આ કોન્સર્ટમાં પરફોર્મ કરવા માટે તૈયાર છે. આ માટે તે ભારત પહોંચી ગયો છે. જસ્ટિન મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો.મુંબઈ એરપોર્ટ પર જસ્ટિન બીબરનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. જ્યારે તે એરપોર્ટથી બહાર નીકળી રહ્યો હતો ત્યારે ચાહકો તેના નામની બૂમો પાડતા જોવા મળ્યા હતા. તેની ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં ફેન્સ એકઠા થયા હતા. અમેરિકન સિંગર જસ્ટિન બીબરે પાપારાઝીઓને પોઝ પણ આપ્યા હતા.