અમરાવતી: માતા બનવા માટે છેલ્લા પાંચ દાયકાથી તરસી રહેલી આંધ્ર પ્રદેશની 74 વર્ષીય એક મહિલાએ ગુરુવારે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. સાંભળવામાં અજીબ લાગશે, પરંતુ આ વિજ્ઞાનનો ચમત્કાર છે. ડૉક્ટરોનું માનવું છે આ એક નવો વર્લ્ડ રેકૉર્ડ બની શકે છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પ્રમાણે છેલ્લો રેકોર્ડ 2006 માં 66 વર્ષીય એક સ્પેનિશ મહિલાના નામે છે.


આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લાના ગુંટૂરમાં 74 વર્ષની મંગાયમ્મા નામની મહિલાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. આ મહિલાએ IVF ની મદદથી ગર્ભ ધારણ કરીને જોડિયા બાળકોને જન્મ આપ્યો. ડૉ સનકકયલા અરૂણાએ કહ્યું કે માતા અને બન્ને નવજાત શિશું સુરક્ષિત અને સ્થિર છે.


મંગાયમ્માના લગ્ન 1962માં ઈ રાજા રાવ સાથે થયા હતા. 54 વર્ષ પછી પણ કોઇ સંતાન ન થતાં તેઓએ આશા જ છોડી દીધી હતી. જ્યારે તેમના જ એક પાડોસીએ આર્ટિફિશિયલ ઇનસેમિનેશ દ્વારા 55ની ઉંમરમાં એક બાળકને જન્મ આપ્યો હતો ત્યારે તેમને પણ આશા જાગી અને તેમણે IVF નો સહારો લેવાનુ નક્કી કર્યુ હતું.