Corona new variant: કોરોનાના આ નવા વેરિયન્ટે વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થાની ચિંતા વધારી દીધી છે. WHOની વૈજ્ઞાનિક મારિયા વોને ટવિટ કરીને જણાવ્યું છે કે, આ નવા વેરિયન્ટ પર ધ્યાન આપવાની જરૂર છે. આ વેરિયનન્ટ મુદ્દે વધુ ડેટા મેળવવા અને માહિતી મેળવવા માટે WHO વૈજ્ઞાનિકો સતત દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકો સાથે સંપર્કમાં છે. મારિયાએ સાઉથ આફ્રિકાનો વૈજ્ઞાનિકોનો ધન્યવાદ કર્યો કે તેમણે C 1.2 વેરિયન્ટ મુદ્દે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને જાણકારી આપી અને તેમની શોધને પણ શેર કરી.


આ પણ વાંચો:કોરોનાની રસી લીધા પછી ભારતીય લશ્કરના સંખ્યાબંધ જવાનો બેભાન થઈ ગયા ? વાયરલ વીડિયો અંગે મોદી સરકારે શું કહ્યું ?


નવા વેરિયન્ટના 100થી વધુ કેસ નોંધાયા
દક્ષિણ આફ્રિકા 12 મેએ આ વેરિયન્ટનો પહેલો કેસ સામે આવ્યો હતો. કોરોના આ નવા વેરિયન્ટને મ્યુટેશનના હિસાબથી વૈજ્ઞાનિકોએ ખૂબ જ ખતરનાક વેરિયન્ટ ગણાવ્યો છે. ઉલ્લેખનિય છે કે અત્યાર સુધી ડેલ્ટા વેરિયન્ટને જ સૌથી વધુ સંક્રામક માનવામાં આવતો હતો. અત્યાર સુધીમાં આ વેરિન્ટના 100થી વધુ કેસ નોધાયા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ વૈજ્ઞાનિકે કહ્યું કે, આ ન્યુ વેરિયન્ટ અને તેના સિકવન્સ મુદ્દે તપાસ કરવી જરૂરી છે કારણ કે તે ડેલ્ટાથી પણ વધુ સંક્રામક અને ખતરનાક છે.


ઝડપથી રૂપ બદલે છે કોરોનાનો આ વેરિયન્ટ
કોરોનાનો આ વેરિયન્ટ મ્યુટેશનની દષ્ટીએ ખૂબ જ ખતરનાક છે. 24 ઓગસ્ટે  પ્રીપેન્ટ રિપોજિટરી મેડરેક્સિવ પર પીયર રિવ્યુ અધ્યયન માટે પોસ્ટ કરેલ ડેટા મુજબ  સી 1.ની તુલનામાં કોરોના આ નવો સી 1.2 વેરિયન્ટ ઝડપથી મ્યુટેડ થઇ રહ્યો છે. તેનો અર્થ છે કે, કોરોનાના આ વેરિયન્ટના સ્પાઇક પ્રોટીનમાં ખૂબ જ ઝડપથી  બદલાવ થઇ શકે છે.


નવા વેરિયન્ટ C .1.2ના લક્ષણો
શોધકર્તાનું કહેવું છે કે, હજું આ નવો વેરિયન્ટ છે. તેથી તેના વિષે જાણવા માટે વધુ અધ્યયની જરૂર છે. તેથી હજું એ સ્પષ્ટ ન કહી શકાય કે, આ વેરિયન્ટથી સંક્રમિત લોકોમાં ક્યાં લક્ષણો જોવા મળે છે. જો કે અત્યાર સુધી કોરોનાના નવા વેરિયન્ટ C .1.2 પર થયેલા અભ્યાસ પરથી એટલું કહી શકાય કે, નાકમાંથી ચીકણું પ્રવાહી નીકળવું,. સતત ઉધરસ આવવી, ગળામાં દુખાવો થવો, ગંધ અને સ્વાદની કમી, તાવ, માંસપેશીઓમાં દુખાવો,આંખના રંગમાં બદલાવ.આ સાથે ડાયરિયાની પણ સમસ્યા થઇ શકે છે. કોરોનાનો નવો વેરિયન્ટ સી-1.2 ફેફસાને કેવી રીતે પ્રભાવિત કરે છે. તેના પર અભ્યાસ કરવો હજુ બાકી છે.