નવી દિલ્હીઃ મિસાઇલ મેન'ના નામથી સમગ્ર દુનિયામાં પ્રખ્યાત જાણીતા ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામની આજે ચોથી પુણ્યતિથિ છે. આ પ્રસંગે તેમના પરિવારજનો દ્વારા રામેશ્વરના એપીજે અબ્દુલ કલામા મેમોરિયલ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.


કલામે કહ્યુ હતુ કે, 'સપનાઓ એ નથી જે તમને રાત્રે ઉંઘમાં આવે, પરંતુ સપનાઓ એ છે જે તમને રાત્રે સૂવા પણ ના દે.' તેમના ઉચ્ચ વિચારો, કઠોર પરિશ્રમ અને કાર્યોને લઇને દુનિયામાં પોતાનું નામ રોશન કરવાનાર ડૉ. કલામે જ્યારે દેશના 11માં રાષ્ટ્રપતિના શપથ લીધા ત્યારે દેશના દરેક વ્યક્તિએ ખુશી મનાવી હતી.

ડૉ. કલામનો જન્મ 15 ઓકટોબર 1931ના રોજ રામેશ્વરમાં થયો હતો. તેમનો જન્મ એક સાધારણ પરિવારમાં થયો હતો, જેના લીધે હંમેશા તેમણે પોતાના પરિવારને નાની-માટી મુસીબતો સામે ઝઝૂમતા જોયો હતો. જેથી તેઓ બાળપણથી જ સમજદાર બની ગયા હતા. 19 વર્ષના હતા ત્યારે સમગ્ર વિશ્વ બીજા વિશ્વયુદ્ધની આગમા બળતુ હતુ. ત્યારે એક છાપામાં વિશ્વયુદ્ધમાં મિસાઇલનો ઉપયોગ કરવા વિશેના સમાચાર વાંચીને તેઓએ એરોસ્પેસ વિશે ભણવાનું નક્કી કર્યુ હતુ. જેના અભ્યાસ માટે મદ્રાસમાં ઈન્સટ્યુટ ઑફ ટેકનોલોજીમાં એડમિશન લઇને એરોનોટીકલ એન્જિનિયરીંગનું ભણ્યા.

અભ્યાસ પૂર્ણ થયા બાદ વર્ષ 1962માં તેઓ 'ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન'માં જોવ્યા, જ્યા તેઓએ પ્રોજેક્ટ ડાયરેકટર તરીકે ભારતના પહેલા સ્વદેશી ઉપગ્રહ (SLV તૃતીય)નું પ્રક્ષેપણ કર્યુ. મિસાઇલ મેનના જનક તરીકે જાણીતા ડૉ. કલામએ ઇસરોમાં 20 વર્ષ સુધી કામ કર્યુ. બાદમાં રક્ષા સંરક્ષણ તેમજ વિકાસ સંગઠનમાં પણ લગભગ 20 વર્ષ સુધી કામ કર્યુ. શિલોંગ IIMના એક સેમિનાર દરમિયાન અચાનક પડી જવાથી તેમનુ મૃત્યુ થયુ હતુ.

ઈંગ્લેન્ડને વિશ્વ વિજેતા બનાવનારો આ ખેલાડી હતો દર્દથી પરેશાન, પેન કિલર લઈને રમ્યો,  જાણો વિગત

રાજ્યમાં 48 કલાકમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના, NDRFની ટીમો કરાઈ તૈનાત, જાણો વિગત

પાકિસ્તાનનો આ સ્ટાર ક્રિકેટર શું હવે ઈંગ્લેન્ડ તરફથી રમશે ? જાણો વિગતે