ઇટાનગરઃ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને અરૂણાચલ પ્રદેશ કોંગ્રેસના ધારાસભ્ય નિનોંગ ઈરિંગનું મોટું નિવેદન સામે આવ્યં છે. તેમણે દાવો કર્યો છે કે અરૂણાચલ પ્રદેશ સરહદથી ચીનની સેનાએ પાંચ ભારતીયોનું અપહરણ કર્યું છે. ઈરિંગે કહ્યું કે, ચીની આર્મીએ સુબાસિરી જિલ્લામાંથી પાંચ લોકોનું અપહરણ કર્યું છે. કેન્દ્ર સરાકરે ઝડપથી આ મામલે દખલ દેવી જોઈએ અને પાંચેય લોકોને છોડાવવા જોઈએ.

ધારાસભ્ય નિનોંગ ઈરિંગે એબીપીને જણાવ્યું કે, લદ્દાખ સરહદ પર ભારત ચીનની વચ્ચે તણાવની સ્થિતિ છે. માટે ચીન ત્યાંથી ભારતનું ધ્યાન હટાવવા માટે અરૂણાચલ પ્રદેશ સરહદ પર હરકત કરી રહ્યું છે. ચીન હવે અરૂણાચલ પ્રદેશમાં પોતાનો દબદબો બનાવવા માગે છે. હવે ચીનને કડક ભાષામાં જવાબ આપવો જરૂરી છે. કેટલાક મહિના પહેલા પણ આ રીતેની ઘટના થઈ હતી, પરંતુ બાદમાં ચીને તેને છોડી મુક્યા હતા.