નવી દિલ્હી: ભારતમાં શુક્રવારે કોવિડ-19થી સ્વસ્થ થતા દર્દીઓની સંખ્યા 30 લાખને પાર પહોંચી છે અને સ્વસ્થ થવાનો દર 77 ટકાથી વધારે થયો છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે આ જાણકારી આપતા કહ્યું કે આંકડા સંક્રમણથી સ્વસ્થ થતા લોકોની સંખ્યામાં સતત વધારો દર્શાવે છે.

મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે કેંદ્રીની ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ રણનીતિનું એક લક્ષ્ય કોવિડ-19થી મૃત્યુ દરને ઓછો કરવાનો છે. તેમણે કહ્યું સ્વસ્થ થતા લોકોની સંખ્યામાં વધારો કરવા અને લોકોના જીવ બચાવવા માટે સારવારના એક સમાન માનકીકૃત સ્તર પ્રદાન કરવાના માધ્યમથી ક્લીનિકલ સારવાર પ્રોટોકોલ મજબૂત કરવા મપર ધ્યાન દેવામાં આવ્યું છે.

મંત્રાલયે કહ્યું, ભારતમાં ન માત્ર સંક્રમણના કેસમાં પરતું મૃત્યુ દર વૈશ્વિક સરેરાશથી ઓછો છે અને ઝડપથી ઘટી રહ્યો છે, હાલના સમયે સારવાર કરાવી રહેલા દર્દીઓમાં ખૂબ જ ઓછી સંખ્યામાં એટલે કે 0.5 ટકાથી ઓછા દર્દીઓ વેન્ટિલેટર પર છે.

મંત્રાલય તરફથી જાહેર કરવામાં આંકડા જણાવે છે કે માત્ર બે ટકા દર્દીઓ આઈલીયૂમાં છે અને સારવાર કરાવી રહેલા દર્દીઓમાં 3.5 ટકાથી પણ ઓછા ઓક્સીજન સપોર્ટ પર છે. આ ઉપાયના પરિણામ સ્વરૂપે ભારતમાં કોવિડ-19ના સ્વસ્થ થતા દર્દીઓની સંખ્યા શુક્રવારે 30,37,151 પર પહોંચી ગઈ છે.