Ashneer Grover Resigns: ફિનટેક યૂનિકોર્ન ભારતપેના સહ-સંસ્થાપક અશનીર ગ્રોવરે કંપની બોર્ડના પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. અશનીર ગ્રોવર સામે તપાસ શરુ કરવા માટે ફિનટેક પ્લેટફોર્મ સામે સિંગાપુરમાં દાખલ કરેલી મધ્યસ્થતા અરજીમાં તેમની હાર થઈ હતી. આ હાર પછી હવે અશનીરે રાજીનામું આપ્યું છે. જો કે, ફિનટેક યૂનિકોર્નના બોર્ડને મોકલેલા એક ઈમેલમાં અશનીર ગ્રોવરે કહ્યું કે તેમને બદનામ કરવામાં આવ્યા છે અને સૌથી અપમાનજનક રીતે વ્યવહાર કરાયો છે. તેમણે મેલમાં એ પણ લખ્યું કે, જે કંપનીનો હું સંસ્થાપક છું એ કંપનીમાંથી આજે મને રાજીનામું આપવા માટે મજબૂર કરવામાં આવી રહ્યો છે. 


આ પહેલાં ભારતપેએ પોતાના કંટ્રોલ્સ વિભાગની પ્રમુખ અને અશનીર ગ્રોવરની પત્ની માધુરી જૈનને નાણાંકીય અનિયમિતતાના આરોપસર કંપનીમાંથી બરખાસ્ત કરી હતી. ભારતપેમાં માધુરી જૈન નિયંત્રણ પ્રમુખ હતી. આંતરિક તપાસમાં સામે આવ્યું હતું કે, ફિનટેક પ્લેટફોર્મ પર તેમના કાર્યકાળમાં નાણાંની હેરાફેરી થઈ હતી. અશનીર ગ્રોવરે મહિંદ્રા બેન્કના કર્મચારીઓ સામે કથિત રુપે અયોગ્ય ભાષાનો ઉપયોગ કરવાના વિવાદનો સામનો કર્યા બાદ તેમણે માર્ચના અંત સુધી રજા પર ઉતરી ગયા હતા. તેમની પત્ની પણ માધુરી જૈન પણ જાન્યુઆરી સુધી રજા પર ઉતરી ગયાં હતાં.


સિંગાપુર મધ્યસ્થતા હારે અશનીર ગ્રોવરઃ


અશનીર ગ્રોવર સામે સિંગાપુરમાં તપાસ કરવા માટે ફિનટેક પ્લેટફોર્મ સામે મધ્યસ્થતા દાખલ કરી હતી જેમાં અશનીરને હારનો સામનો કરવો પડ્યો હતો. અશનીરની મધ્યસ્થતા તેમની સામે ભારતપેમાં ચાલી રહેલી શાસન સમીક્ષા રોકવામાં અસફળ રહી હતી. ઈમરજન્સી આર્બિટેશને તેમની અપીલના બધા પાંચ આધારોને ફગાવ્યા હતા. ગ્રોવરે સિંગાપુર ઈંટરનેશનલ આર્બિટેશન સેંટરમાં મધ્યસ્થતા અરજી દાખલ કરી હતી. 


આ પણ વાંચોઃ


રશિયાએ યુક્રેન પર ફેંકેલો પરમાણુ હથિયાર જેવો વેક્યૂમ બોમ્બ કઈ રીતે કામ કરે છે, જાણો વિગતે