Lawyer Wears Jeans in Court Premises Row: આસામના ગૌવાહાટીમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. ગુવાહાટી હાઇકોર્ટ (જેને ગૌવાહાટી હાઇકોર્ટ પણ કહે છે)માં એક કેસની સુનાવણી એટલા માટે ટાળી દેવામાં આવી કેમ કે અરજીકર્તાના વકીલે જીન્સ પેન્ટ પહેરેલુ હતુ. 


રિપોર્ટ્સ અનુસાર, કૉર્ટ પરિસરમાં જીન્સ પહેરવા પર વકીલને કાર્યવાહીનો પણ સામનો કરવો પડ્યો. કોર્ટના આદેશ અનુસાર અરજીકર્તાના વકીલ બીકે મહાજન જીન્સ પહેરીને કોર્ટમાં પહોંચ્યો હતા. એટલે કોર્ટે તેમને હાઇકોર્ટ પરિસરમાંથી બહાર કાઢવા માટે પોલીસને બોલાવવી પડી હતી.




અને શું લખવામાં આવ્યુ કોર્ટના આદેશમાં ?
કોર્ટના આદેશ અનુસાર, મામલો શુક્રવાર (27 જાન્યુઆરી)નો છે. વકીલનું આખુ નામ વિજાન મહાજન (Bijan Mahajan) છે. હાઇકોર્ટના આદેશમાં એ પણ સ્પષ્ટ રીતે લખવામાં આવ્યુ. આ આદેશને માનનીય મુખ્ય ન્યાયાધીશની સાથે સાથે લર્નેડ મહારપંજીયકના સંજ્ઞાનમાં લાવવામાં આવ્યો. મામલાને આસામ, નાગાલેન્ડ, મિઝૉરમ અને અરુણાચલ પ્રદેશની બાર કાઉન્સિલના સંજ્ઞાનમાં પણ લાવવામાં આવ્યો. 


પહેલા પણ અનેકવાર જીન્સ પેન્ટ પહેરીને આવી ચૂક્યા છે વકીલ સાહેબ, કોર્ટનું ધ્યાન અત્યારે ગયુ - 


આદેશની કૉપી અનુસાર, બીકે મહાજન અરજીકર્તા એ ચૌધરીનો કેસ લડી રહ્યાં છે. સ્થાનિક મીડિયા અનુસાર, મહાજનને કેટલીય વાર કોર્ટ પરિસરમાં જીન્સ પહેરીને જોવામાં આવ્યા છે, પરંતુ કાલે (27 જાન્યુઆરી) કોર્ટનુ ધ્યાન તેમના પર ગયુ અને તેમને કોર્ટ પરિસરમાંથી બહાર કાઢી મુકવામાં આવ્યા હતા. 






શું છે વકીલોનો ડ્રેસ કૉડ ?


ન્યાય વ્યવસ્થા સાથે જોડાયેલા લોકોએ તેમના ચોક્કસ ડ્રેસ કૉડનું પાલન કરવુ પડે છે. વકીલોનો ડ્રેસ કૉડ 'અધિવક્તા અધિનિયમ 1961' અંતર્ગત આવે છે, જે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિયમોમાં શાસિત હોય છે. ડ્રેસ કૉડ અંતર્ગત વકીલને સફેદ શર્ટ, સફેદ નેકબેન્ડ અને એક કાળો કૉટ પહેરવો ફરજિયાત કરવામાં આવ્યો છે. વળી, નિયમ કહે છે કે, સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટ ઉપરાંત વકીલ ગાઉન પહેર કે નહીં તે વૈકલ્પિક છે.