નોર્થ-ઈસ્ટની એક મહિલાના યૌન શોષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોને રાજસ્થાનના જોધપુરનો જણાવવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ આનું ખંડન કર્યુ છે અને વીડિયો જોધપુરની ઘટના સાથે નહીં સંકળાયેલો હોવાની સ્પષ્ટતા કરી છે. ઉપરાંત તેમણે લોકોને આરોપીઓને ઓળખવા પોલીસની મદદ કરવાની અપીલ કરી છે.


વાયરલ વીડિયોમાં શું છે


વાયરલ થયેલા વીડિયોમાં ચાર છોકરા અને એક છોકરી એક મહિલાનું યૌન શોષણ કરતાં જોવા મળી રહ્યા છે. આ દરમિયાન વીડિયો બનાવવા ઉપરાંત ઘટનાને વીડિયો કોલ દ્વારા અન્ય લોકોને પણ બતાવવામાં આવી હતી. લોકોએ વીડિયો વાયરલ થયા બાદ તેને રાજસ્થાનના જોધપુરમાં મહિલાની આત્મહત્યા સાથે જોડી હતી.. 23 મેના રોજ જોધપુરમાં નાગાલેંડની એક મહિલાએ આત્મહત્યા કરી લીધી હતી અને ભાડાના મકાનમાંથી તેની લાશ મળી હતી. તે જોધપુરમાં નવીન જયૂસ રેસ્ટોરેંટમાં કામ કરતી હતી. નાગા સ્ટુડન્ટ્સના યૂનિયનના રાજસ્થાન યૂનિટે જણાવ્યું કે, રેસ્ટોરંટ માલિકે જ અંતિમ સંસ્કારનો ખર્ચ ઉઠાવ્યો હતો.






આસામ પોલીસે શું કર્યું ટ્વીટ


આ દરમિયાન પોલીસે મહિલા સાથે રેપરની ઘટનાને અંજામ આપનારા પાંચેય આરોપીઓની તસવીર ટ્વીટર પર જાહેર કરી છે અને કહ્યું કે, આ તસવીરો 5 દોષીતોની છે. જે વાયરલ વીડિયોમાં એક મહિલાને બરહેમીથી ત્રાસ આપતાં જોવા મળી રહ્યા છે. આ ઘટનાનો સમય અને સ્થાન સ્પષ્ટ નથી. આ ગુના કે ગુનેગારોની જાણકારી અંગે કોઈ પણ વ્યક્તિ અમારો સંપર્ક કરી શકે છે. તેને આકર્ષક ઈનામ આપવામાં આવશે.


કિરણ રિજ્જુએ પણ કર્યુ ટ્વીટ


વાયરલ વીડિયોને જોધપુરની ગણાવનારા દાવાનું કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુએ ખંડન કર્યુ અને ટ્વીટ કરીને લખ્યું, નોર્થ-ઈસ્ટની એક મહિલા પર દુષ્કર્મનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ જોધપુર આત્મહત્યા કેસ સાથે સંકળાયેલો મામલો નથી. જોધપુરના પોલીસ કમિશ્નર સાથે મારી વાત થઈ છે. જોકે તમામ રાજ્યોની પોલીસ દોષીતોની ધરપકડ માટે શક્ય તમામ પ્રયાસ કરશે. તેની સાથે આસામ પોલીસના ટ્વીટને રિટ્વીટ કરીને લખ્યું, હું દેશના તમામ નાગરિકોને રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની પોલીસની મદદ કરવાની અપીલ કરું છું.