By-Election Result: લોકસભાની ત્રણ અને સાત વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર કરવામાં આવશે. આ પેટાચૂંટણીઓ ઉત્તર પ્રદેશ, પંજાબ અને ઝારખંડ સહિત દેશના છ રાજ્યોમાં યોજાઈ હતી. આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. આ પેટાચૂંટણીમાં સૌથી મહત્વની બેઠકો ઉત્તર પ્રદેશની આઝમગઢ અને રામપુર છે.


આ બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી


આ બેઠકો પર 23 જૂને મતદાન થયું હતું. સમાજવાદી પાર્ટીના નેતાઓ અખિલેશ યાદવ અને આઝમ ખાને વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ આઝમગઢ અને રામપુર બેઠકો ખાલી પડી હતી. એક લોકસભા સીટ પંજાબના સંગરુરની છે, જે ભગવંત માને પંજાબના મુખ્યમંત્રી બન્યા બાદ છોડી દીધી હતી. જે 7 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી તેમાં દિલ્હીની રાજેન્દ્ર નગર બેઠક આમ આદમી પાર્ટીના રાઘવ ચઢ્ઢાએ રાજ્યસભાના સભ્ય બન્યા બાદ છોડી દીધી હતી. અન્ય વિધાનસભા બેઠકો ઝારખંડમાં મંદાર, આંધ્ર પ્રદેશમાં આત્મકુર અને ત્રિપુરામાં અગરતલા, ટાઉન બોરદોવાલી, સુરમા અને જુબરાજગનર છે.


યુપીમાં આ ઉમેદવારો વચ્ચે સ્પર્ધા


ઉલ્લેખનીય છે કે ભાજપ તરફથી દિનેશ લાલ નિરહુઆને આઝમગઢથી ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. રામપુર બેઠક પરથી ભાજપે પેટાચૂંટણીમાં ઘનશ્યામ લોધીને મેદાનમાં ઉતાર્યા હતા. ઘનશ્યામ લોધી વિધાનસભાની ચૂંટણી પહેલા જાન્યુઆરીમાં જ સમાજવાદી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા હતા. સપાએ આઝમગઢથી પૂર્વ સાંસદ ધર્મેન્દ્ર યાદવને ઉમેદવાર બનાવ્યા હતા. બીજી તરફ બસપાએ ગુડ્ડુ જમાલીને મેદાનમાં ઉતાર્યા છે. રામપુર સીટની વાત કરીએ તો સપા તરફથી આસીમ રાજા મેદાનમાં ઉતર્યા હતા.


 


Kiara Advani:કિઆરાએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેના સબંધો પર તોડ્યુ મૌન, રિલેશનશિપને લઈ કહી આ વાત


Samsung Galaxy M52 5G : સ્નૈપડ્રેગન પ્રોસેસરવાળો સેમસંગનો આ સ્માર્ટફોન મળી રહ્યા છે 9000 રૂપિયા સસ્તો


Fixed Deposit : બેન્કિંગ સેક્ટરના મોટા સમાચાર, છેલ્લા બે અઠવાડિયામાં 9 બેંકોએ FDના વ્યાજદરોમાં વધારો કર્યો


SBI Balance Check: SBI બેન્કના ગ્રાહકો આ 4 પદ્ધતિથી બેન્ક બેલેન્સ ચેક કરી શકે છે