Assembly Election 2024 Date Live: જમ્મુ-કાશ્મીરમાં ત્રણ અને હરિયાણામાં એક તબક્કામાં ચૂંટણી યોજાશે, 4 ઓક્ટોબરે પરિણામ

ચૂંટણી પંચની મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ શરુ થઈ ગઈ છે. જેમાં ચૂંટણી પંચ હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે.

gujarati.abplive.com Last Updated: 16 Aug 2024 04:04 PM
Assembly Election 2024 Dates:  કોંગ્રેસ ચૂંટણી માટે તૈયાર છે, બોલ્યા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા

ચૂંટણીની જાહેરાત પર હરિયાણાના પૂર્વ સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું કે, "કોંગ્રેસ તૈયાર છે અને તમામ વર્ગના લોકોએ કોંગ્રેસને સત્તામાં લાવવાનો નિર્ણય કર્યો છે." 

Assembly Election 2024 Dates: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી ક્યારે યોજાશે, રાજીવ કુમારે જણાવ્યું

જ્યારે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી વિશે પૂછવામાં આવ્યું ત્યારે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું, "ગયા વખતે મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભાની ચૂંટણી એકસાથે યોજાઈ હતી. તે સમયે જમ્મુ અને કાશ્મીર કોઈ પરિબળ નહોતું, પરંતુ આ વખતે આ વર્ષે 4 ચૂંટણી છે અને તરત જ આ પછી 5મી ચૂંટણી છે, જેમાં જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર, ઝારખંડ અને દિલ્હી સામેલ છે. બીજુ ફેક્ટર મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થયો છે અને ઘણા તહેવારો પણ આવી રહ્યા છે."

Assembly Election 2024 Dates: 'અમે તૈયાર છીએ', ભાજપના નેતા અનિલ વિજે કહ્યું

ચૂંટણીની જાહેરાત પર બીજેપી નેતા અનિલ વિજે કહ્યું, "એ સારી વાત છે કે હરિયાણામાં 1 ઓક્ટોબરે ચૂંટણી થશે. અમારી પાર્ટી અને કાર્યકર્તાઓ ચૂંટણી લડવા માટે તૈયાર છે."

Assembly Election 2024 Dates:  'કોંગ્રેસ બે તૃતીયાંશ બહુમતી સાથે સરકાર બનાવશે', ઉદય ભાન ચૂંટણીની જાહેરાત પર બોલ્યા

હરિયાણામાં 1 ઓક્ટોબરે મતદાન થશે,  4 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. આ બાબતે હરિયાણા કોંગ્રેસના પ્રમુખ ઉદય ભાને કહ્યું, "અમે તેનું સ્વાગત કરીએ છીએ અને કોંગ્રેસ તૈયાર છે. કોંગ્રેસ બે તૃતીયાંશ બહુમતી સાથે સરકાર બનાવશે."

Assembly Election 2024 Dates:  જમ્મુ અને કાશ્મીરની મતદાર યાદી 20 ઓગસ્ટે જાહેર કરવામાં આવશે

રાજીવ કુમારે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં કુલ 90 વિધાનસભા મતવિસ્તાર છે, જેમાંથી 74 સામાન્ય, SC-7 અને ST-9 છે. જમ્મુ અને કાશ્મીરમાં કુલ 87.09 લાખ મતદારો હશે, જેમાંથી 44.46 લાખ પુરૂષો, 42.62 લાખ મહિલાઓ, 3.71 લાખ પ્રથમ વખતના મતદારો અને 20.7 લાખ યુવા મતદારો છે. અમરનાથ યાત્રા 19મી ઓગસ્ટે સમાપ્ત થશે અને અંતિમ મતદાર યાદી પણ 20મી ઓગસ્ટે પ્રસિદ્ધ થશે.

Assembly Election 2024 Dates:  હરિયાણામાં 1 ઓક્ટોબરે મતદાન

મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે હરિયાણામાં માત્ર એક જ તબક્કામાં મતદાન થશે જે 1 ઓક્ટોબરે થશે અને પરિણામ 4 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે.





Assembly Election 2024 Dates:  જમ્મુ અને કાશ્મીરમાં ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે - રાજીવ કુમાર

રાજીવ કુમારે કહ્યું કે અમે વચન આપ્યું હતું કે ચૂંટણી ટૂંકી કરવામાં આવશે અને જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કો 18મી ઓગસ્ટે, બીજો તબક્કો 25મી ઓગસ્ટે અને ત્રીજો તબક્કો 01મી સપ્ટેમ્બરે યોજાશે.





Assembly Election 2024 Dates:  હરિયાણાની મતદાર યાદી 27 ઓગસ્ટે જાહેર કરવામાં આવશે - રાજીવ કુમાર

હરિયાણાની ચૂંટણી વિશે ખુલાસો કરતા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે હરિયાણામાં 2 કરોડ 1 હજાર મતદારો છે. રાજ્યમાં વિધાનસભાની 90 બેઠકો છે. જેમાં 73 જનરલ સીટ અને 17 એસસી સીટો છે. તેની મતદાર યાદી 27 ઓગસ્ટે જાહેર કરવામાં આવશે. હરિયાણામાં 20 હજાર 629 મતદાન મથકો છે.

Assembly Election 2024 Dates: જમ્મુ-કાશ્મીરના લોકો તસ્વીર બદલવા માંગે છે

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે જમ્મુ-કાશ્મીરના લોકો તસ્વીર બદલવા માંગે છે. જમ્મુ-કાશ્મીરના લોકોએ હિંસા નકારી કાઢી છે. તેમણે કહ્યું કે મતદાર યાદી 20 ઓગસ્ટે જાહેર કરવામાં આવશે.

Assembly Election 2024 Dates: જમ્મુ અને કાશ્મીરમાં લગભગ 20 લાખ યુવા મતદારો - રાજીવ કુમાર

મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં લગભગ 20 લાખ યુવા મતદારો છે. ગત ચૂંટણીમાં લોકોની લાંબી કતારો જોવા મળી હતી.

Assembly Election 2024 Dates:  ખીણમાં વિધાનસભા ચૂંટણીને લઈને ઉત્સાહ - રાજીવ કુમાર

રાજીવ કુમારે કહ્યું કે ચૂંટણી પંચે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી હતી. અને 87 લાખ 9 હજાર મતદારો, 11 હજાર 838 મતદાન મથકો છે અને લોકોમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ છે.





Assembly Election 2024 Dates: જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની 90 બેઠકો

જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની 90 બેઠકો છે. જમ્મુની 43 અને કાશ્મીરની 47 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. છેલ્લી વખત જમ્મુ અને કાશ્મીરમાં 2014માં 87 બેઠકો પર વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં જમ્મુની 37 બેઠકો, કાશ્મીરની 46 બેઠકો અને લદ્દાખની 6 બેઠકો હતી.

Assembly Election 2024 Dates:  છેલ્લી વખત જમ્મુ અને કાશ્મીરમાં કોને કેટલી બેઠકો મળી?

જમ્મુ અને કાશ્મીરમાં 2014ની વિધાનસભા ચૂંટણી દરમિયાન 87 બેઠકો પર મતદાન થયું હતું. તેમાંથી પીડીપીએ 28 સીટો જીતી છે, જ્યારે ભાજપે 25 સીટો જીતી છે. નેશનલ કોન્ફરન્સે 15 બેઠકો જીતી હતી, કોંગ્રેસે 12 બેઠકો જીતી હતી જ્યારે અન્ય પક્ષોએ 7 બેઠકો જીતી હતી.

બ્રેકગ્રાઉન્ડ

Assembly Election 2024 Date Live: ચૂંટણી પંચની મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ શરુ થઈ ગઈ છે. જેમાં ચૂંટણી પંચ હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે. આ વર્ષના અંત સુધીમાં આ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે.


જો કે, તમામની નજર જમ્મુ-કાશ્મીરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પર છે, કારણ કે કલમ 370 હટાવ્યા બાદ અહીં પ્રથમ વખત મતદાન થશે. કેન્દ્રીય ચૂંટણી પંચે હરિયાણા અને જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી હતી. ચૂંટણી પંચની ટીમે 8 થી 10 ઓગસ્ટની વચ્ચે કેન્દ્રશાસિત પ્રદેશની મુલાકાત લીધી હતી, ત્યારબાદ તેઓ હરિયાણા ગયા હતા. આ ટીમે ગૃહ સચિવ અજય ભલ્લા સાથે મુલાકાત કરી હતી, જેમાં તેમણે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી હતી. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં વિધાનસભાની વાત કરવામાં આવી છે. આવી સ્થિતિમાં હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં તારીખની જાહેરાત થાય તેવી પૂરી સંભાવના છે.


90 સીટો ધરાવતા હરિયાણામાં 2019માં 21 ઓક્ટોબરે એક તબક્કામાં મતદાન થયું હતું. પરિણામ 24 ઓક્ટોબરે આવ્યા હતા.


જમ્મુ-કાશ્મીરની વાત કરીએ તો છેલ્લી ચૂંટણી 2014માં અહીં યોજાઈ હતી. તે પછી ભાજપ-પીડીપી સરકાર પડી અને પછી રાજ્યનું પુનર્ગઠન થયું. 2019માં કલમ 370 હટાવ્યા બાદ અહીં ચૂંટણી થઈ નથી.


2014માં યોજાયેલી ચૂંટણી સમયે રાજ્યમાં 87 વિધાનસભા બેઠકો હતી. તેમાંથી જમ્મુમાં 37, કાશ્મીર ખીણમાં 46 અને લદ્દાખમાં 6 બેઠકો હતી. પરંતુ સીમાંકન બાદ હવે જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં સીટોની સંખ્યા વધીને 90 થઈ ગઈ છે. જેમાંથી 43 સીટો જમ્મુમાં અને 47 સીટો કાશ્મીરમાં છે.


મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ નવેમ્બરમાં પૂરો થઈ રહ્યો છે. તેવી જ રીતે ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ પણ જાન્યુઆરી 2025ના પહેલા સપ્તાહમાં પૂરો થવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, ચૂંટણી પંચ ટૂંક સમયમાં આ બંને રાજ્યોની ચૂંટણીની તારીખો પણ જાહેર કરી શકે છે.


મહારાષ્ટ્રમાં 288 બેઠકો માટે પણ 21 ઓક્ટોબર 2019ના રોજ મતદાન થયું હતું. પરિણામ 24 ઓક્ટોબરે આવ્યા હતા. ઝારખંડમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી 2019 માં યોજાઈ હતી. અહીં 81 બેઠકો છે.  ત્યારબાદ 30 નવેમ્બરથી 20 ડિસેમ્બર 2019 સુધી 5 તબક્કામાં મતદાન થયું હતું.  

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.