Assembly Election Results 2023 LIVE: ત્રિપુરા-નાગાલેન્ડ અને મેઘાલયના પરિણામ બાદ પીએમ મોદીનું સંબોધન
Assembly Election Results 2023 LIVE Updates: ત્રિપુરાની 60 સભ્યોની વિધાનસભામાં બહુમત માટે 31 બેઠકો જરૂરી છે
પીએમ મોદીએ કહ્યું કે આ ચૂંટણી દિલો વચ્ચેના અંતરને ખતમ કરવાની સાથે નવી વિચારસરણીનું પ્રતિબિંબ છે. હવે નોર્થ ઈસ્ટ ન તો દિલ્હીથી દૂર છે અને ન તો દિલથી દૂર છે. આ એક નવો યુગ અને નવો ઈતિહાસ રચવાની ક્ષણ છે. ચૂંટણી જીતવા કરતાં પણ વધુ મને એ વાતનો સંતોષ છે કે પીએમના કાર્યકાળ દરમિયાન તેમણે વારંવાર ઉત્તર પૂર્વમાં જઈને લોકોના દિલ જીત્યા. આપણા કેટલાક શુભચિંતકો એવા છે કે જેમને ચિંતા છે કે ભાજપની જીતનું રહસ્ય શું છે? પરિણામો આવ્યા ત્યાં સુધી મેં ટીવી જોયું નથી અને એ પણ જોયું નથી કે ઈવીએમને ગાળો ભાંડવાની શરુ થઈ કે નહીં.
મેઘાલય, ત્રિપુરા અને નાગાલેન્ડની વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડા દિલ્હી બીજેપી હેડક્વાર્ટર પહોંચ્યા છે. પીએમ મોદી પણ થોડીવારમાં પહોંચશે અને સંબોધન કરશે.
એનપીપી મેઘાલયની ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે, જોકે બહુમતી મેળવી શકી નથી. આના પર, મેઘાલયના મુખ્ય પ્રધાન કોનરાડ સંગમાએ કહ્યું, 'અમે અમારા પક્ષને મત આપવા બદલ લોકોનો આભાર માનીએ છીએ. અમારી પાસે થોડી સીટો ઓછી છે, તેથી અમે અંતિમ પરિણામોની રાહ જોઈ રહ્યા છીએ. પછી અમે આગળ કેવી રીતે આગળ વધવું તે નક્કી કરીશું.
વિજયનું પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યા બાદ ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ કહ્યું, "જીત્યા પછી આ પ્રમાણપત્ર મેળવવું ખૂબ જ સારી અનુભૂતિ છે. હું વડા પ્રધાન, ગૃહ પ્રધાન, સંરક્ષણ પ્રધાન, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સહિત તમામ કાર્યકરોનો આભાર માનું છું. છું."
ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં કોંગ્રેસની હાલત ખૂબ જ ખરાબ દેખાઈ રહી છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે કોંગ્રેસ ઉત્તર-પૂર્વમાં વધુ સારું પ્રદર્શન કરશે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં નિકળેલી ભારત જોડો યાત્રાની અસર જોવા મળશે, પરંતુ એવું થયું નથી. નાગાલેન્ડમાં કોગ્રેસ ખાતુ પણ ખોલાવી શક્યું નથી.
ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં બહુમતીનો આંકડો 31 છે. ત્રિપુરા અને નાગાલેન્ડમાં ભાજપ ગઠબંધનને બહુમતી મળતી દેખાઈ રહી છે. જોકે NPP મેઘાલયમાં સૌથી મોટી પાર્ટી બની રહી છે. ગત ચૂંટણીમાં ભાજપ એનપીપી સાથે ગઠબંધન કરીને સરકારમાં હતી. જો આ વખતે પણ બંને પક્ષો ગઠબંધન કરશે તો મેઘાલયમાં પણ ભાજપની સરકાર આવશે.
ત્રિપુરામાં બીજેપી ગઠબંધનને ફરી બહુમતી મળી છે. ટ્રેન્ડમાં ભાજપ ગઠબંધન 31 સીટો પર આગળ છે. લેફ્ટ+ 17 પર, TMP 11 પર અને અન્ય 1 સીટ પર છે. રાજ્યમાં બહુમતી માટે જરૂરી આંકડો 31 છે.
ત્રિપુરા અને નાગાલેન્ડમાં ભાજપ ગઠબંધનને બહુમતી મળી છે. અહીં ભાજપની સરકાર બની રહી હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે મેઘાલયમાં ભાજપ 5 અને NPP 25 બેઠકો પર આગળ છે. જો મેઘાલયમાં બીજેપી અને એનપીપી ફરી એકસાથે આવે છે તો બીજેપી અહીં પણ ગઠબંધન સરકાર બનાવી શકે છે. છેલ્લી ચૂંટણીમાં ભાજપે NPP પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને સરકારથી અલગ થઈ ગયું હતું.
ત્રિપુરામાં રાજકીય ગણિત ઝડપથી બદલાઈ રહ્યું છે. શરૂઆતના ટ્રેન્ડમાં ભાજપ 40 સીટો પર આગળ હતું. પરંતુ અત્યાર સુધીના ટ્રેન્ડમાં ભાજપ 30 સીટો પર આગળ છે. રાજ્યમાં બહુમત માટે 31 સીટોની જરૂર છે.
ત્રિપુરાના મુખ્યમંત્રી અને ભાજપના નેતા માણિક સાહા ટાઉન બોરદોવલી સીટથી આગળ ચાલી રહ્યા છે. પ્રારંભિક ટ્રેન્ડમાં ભાજપ ગઠબંધનને બહુમતી મળી છે. લેફ્ટ ગઠબંધન 13 સીટો પર આગળ છે.
ત્રિપુરા - BJP+ 37, લેફ્ટ+ 14, TMP 11 સીટો પર આગળ છે
નાગાલેન્ડ - BJP+ 50, NPF 6, કોંગ્રેસ 1, અન્ય 3 સીટો પર આગળ
મેઘાલય - ભાજપ 8, NPP 20, કોંગ્રેસ 7, TMC 16, અન્ય 8 બેઠકો પર આગળ
ત્રિપુરાની તમામ 60 સીટોમાં ભાજપ 36 સીટો પર આગળ છે, ડાબેરીઓ 15 અને ટીએમપી 9 સીટો પર આગળ છે. નાગાલેન્ડમાં ભાજપ ગઠબંધન 37, એનપીએફ 8 અને કોંગ્રેસ 2 અને અન્ય 13 બેઠકો પર આગળ છે. જ્યારે મેઘાલયમાં NPP 27 સીટો પર, કોંગ્રેસ 5 સીટો પર અને ભાજપ 7 સીટો પર આગળ છે.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, શરૂઆતના ટ્રેન્ડ મુજબ, TMC મેઘાલય ચૂંટણીમાં 15 બેઠકો પર આગળ છે. ટ્રેન્ડમાં NPP 17 બેઠકો સાથે ફરીથી સૌથી મોટી પાર્ટી બની રહી છે.
ત્રિપુરામાં ભાજપને ટ્રેન્ડમાં જોરદાર લીડ મળી રહી છે. પાર્ટી 40 સીટો પર આગળ છે. 5 પર લેફ્ટ, TMP 5 પર આગળ છે.
મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ મેઘાલયમાં સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી રહી છે. ટ્રેન્ડમાં ટીએમસી 20 સીટો પર આગળ છે. આ પછી NPP 16 અને ભાજપ 12 સીટો પર આગળ છે.
પૂર્વોત્તરના ત્રણ રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં તમામ સીટો માટેના શરૂઆતના વલણો જાહેર થયા છે. બે રાજ્યો ત્રિપુરા અને નાગાલેન્ડના વલણોમાં BJP ગઠબંધનને બહુમતી મળી છે. બીજી તરફ મેઘાલયમાં NPP 24 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી રહી છે. ભાજપ 13 બેઠકો સાથે બીજા નંબરની સૌથી મોટી પાર્ટી છે.
શરૂઆતના વલણોમાં NDPP નાગાલેન્ડમાં 13 બેઠકો પર આગળ છે. જ્યાં NPF 2 અને કોંગ્રેસ 1 સીટ પર આગળ છે.
મેઘાલયમાં બીજેપી બીજા નંબરની પાર્ટી બનતી જોવા મળી રહી છે. અહીં NPP મહત્તમ 20 સીટો પર આગળ છે. બીજા નંબર પર ભાજપ 10 સીટો પર આગળ છે. જ્યારે કોંગ્રેસ 5 સીટો પર આગળ છે.
ત્રિપુરાના શરૂઆતના વલણોમાં ભાજપને બહુમતી મળી છે. પ્રારંભિક વલણોમાં BJP ગઠબંઠન 31ને પાર થયું છે. જ્યારે લેફ્ટ+ 3 સીટો પર અને TMP 5 સીટો પર આગળ છે.
ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં મતગણતરી શરૂ થઈ ગઈ છે. ત્રિપુરામાં 60, નાગાલેન્ડ અને મેઘાલયમાં 59-59 વિધાનસભા બેઠકો માટે મતોની ગણતરી થઈ રહી છે.
બ્રેકગ્રાઉન્ડ
મેઘાલય, ત્રિપુરા અને નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણીના પરિણામોનો દિવસ આવી ગયો છે. આજે એટલે કે ગુરુવારે (2 માર્ચ) ત્રણેય રાજ્યોના ચૂંટણી પરિણામો જાહેર થશે. ત્રિપુરામાં 16 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. રાજ્યમાં લગભગ 88 ટકા મતદાન થયું હતું. જ્યારે મેઘાલય અને નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. નાગાલેન્ડમાં લગભગ 84 ટકા અને મેઘાલયમાં 76 ટકા મતદાન થયું હતું.
ત્રિપુરાની 60 સભ્યોની વિધાનસભામાં બહુમત માટે 31 બેઠકો જરૂરી છે. ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ અનુસાર, ભાજપને ત્રિપુરામાં મહત્તમ 36-45 બેઠકો મળવાની ધારણા છે. જ્યારે ટીએમપી (ટીપ્રા મોથા)ને 9-16 બેઠકો મળી શકે છે, જ્યારે લેફ્ટ+કોંગ્રેસને 6-11 બેઠકો મળી શકે છે. અન્યને કોઈ બેઠક મળતી હોય તેવું લાગતું નથી. ટાઇમ્સ નાઉ ETGના એક્ઝિટ પોલે ભાજપને 21-27, ડાબેરીઓને 18-24, TMPને 12-17 બેઠકો આપી છે. મોટાભાગના એક્ઝિટ પોલમાં ત્રિપુરામાં ભાજપની વાપસીની વાત કહેવામાં આવી રહી છે.
નાગાલેન્ડમાં ભાજપ-એનડીપીપી માટે બહુમતી?
નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલમાં ભાજપ-એનડીપીપી ગઠબંધનની જંગી જીતની આગાહી કરવામાં આવી છે. ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ્સ મુજબ, BJP-NDPP ગઠબંધનને 38-48 બેઠકો, NPFને 3-8 બેઠકો, કોંગ્રેસને 1-2 બેઠકો અને અન્યને 5-15 બેઠકો મળવાનું અનુમાન છે. ટાઇમ્સ નાઉ ઇટીજીના એક્ઝિટ પોલ દર્શાવે છે કે ભાજપ-એનડીપીપીને 39-49 બેઠકો, એનપીએફને 4-8 બેઠકો મળી છે. જ્યારે કોંગ્રેસનું ખાતું પણ ખૂલતું નથી. નાગાલેન્ડની 60 સભ્યોની વિધાનસભામાં બહુમત માટે 31 બેઠકો જરૂરી છે.
મેઘાલયમાં ત્રિશંકુ વિધાનસભાની સંભાવના
બીજી તરફ મેઘાલયના વાત કરીએ તો મોટાભાગના એક્ઝિટ પોલ્સે અહીં ત્રિશંકુ વિધાનસભાની આગાહી કરી છે. ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયા એક્ઝિટ પોલે NPPને 18-24 બેઠકો, BJPને 4-8 બેઠકો, કોંગ્રેસને 6-12 બેઠકો, TMCને 5-9 બેઠકો અને અન્યને 4-8 બેઠકો આપી છે.
શું BJP-NPP ગઠબંધન કરશે?
ટાઈમ્સ નાઉ ETG એક્ઝિટ પોલમાં NPP માટે 18-26 બેઠકો, BJPને 3-6 બેઠકો, TMCને 8-14 બેઠકો, કોંગ્રેસને 2-5 બેઠકોની આગાહી કરવામાં આવી છે. મેઘાલયમાં કોનરાડ સંગમાની NPP ફરી એકવાર ભાજપ સાથે સરકાર બનાવી શકે છે. એક્ઝિટ પોલ બાદ તેમણે આ વાતનો સંકેત પણ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે જો પરિણામો બાદ ભાજપ સાથે ગઠબંધનની જરૂર પડશે તો રાજ્યના હિતમાં નિર્ણય લેવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -