Congress Candidate List:  આજે કોંગ્રેસે આગામી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. કોંગ્રેસે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણા માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. છત્તીસગઢ કોંગ્રેસે 30 સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. કોંગ્રેસે પાટણથી સીએમ ભૂપેશ બઘેલ અને અંબિકાપુરથી ડેપ્યુટી સીએમ ટીએસ સિંહ દેવને ટિકિટ આપી છે. જ્યારે મધ્ય પ્રદેશ કોંગ્રેસે 144 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.


મધ્યપ્રદેશમાં કોંગ્રેસની યાદી


મધ્યપ્રદેશ કોંગ્રેસે 144 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ સાથે કોંગ્રેસ આગામી બે દિવસમાં અંતિમ યાદી પણ જાહેર કરે તેવી શક્યતા છે. ભાજપે 4 યાદી બહાર પાડી છે અને 136 જેટલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.






કોંગ્રેસે તેલંગાણામાં 55 ઉમેદવારોની જાહેરાત કરી


તેલંગાણામાં 30 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસે 55 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. 21 ઓગસ્ટના રોજ, BRS એ રાજ્યની કુલ 119 વિધાનસભા બેઠકોમાંથી 115 માટે ઉમેદવારોની જાહેરાત કરી હતી. ભાજપે હજુ સુધી પોતાના ઉમેદવારોની જાહેરાત કરી નથી.






કોંગ્રેસ આજે રાજસ્થાનમાં ઉમેદવારો કરી શકે છે જાહેર


રાજસ્થાનમાં 25 નવેમ્બરે મતદાન થવાનું છે. કોંગ્રેસે હજુ ઉમેદવારોની યાદી જાહેર કરી નથી. દિલ્હીમાં સ્ક્રીનીંગ કમિટીની બેઠક બાદ કોંગ્રેસ રવિવારે ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે.


ભાજપે અત્યાર સુધીમાં 41 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જો કે ભાજપની પ્રથમ યાદી જાહેર થવા પર પક્ષના ઘણા જૂથો નારાજ છે, આ નારાજ જૂથમાં રાજપાલ સિંહ શેખાવત (જોતવારા), વિકાસ ચૌધરી (કિશનગઢ), રાજેન્દ્ર ગુર્જર (દેવળી ઉનિયારા) અને અનિતા ગુર્જર મુખ્ય છે.






રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશનર કુમારે જણાવ્યું કે છત્તીસગઢમાં 7 અને 17 નવેમ્બરે બે તબક્કામાં મતદાન થશે. આ સિવાય મધ્યપ્રદેશમાં 17 નવેમ્બર અને રાજસ્થાનમાં 25 નવેમ્બરે મતદાન થશે.આ તરફ મિઝોરમમાં 7 નવેમ્બરે અને તેલંગાણામાં 30 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે. પાંચેય રાજ્યોનાં પરિણામ 3 ડિસેમ્બરે આવશે. આ 5 રાજ્યોમાં 679 વિધાનસભા સીટો છે.