ભારતીય સેનાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, ભારત અને ચીનની સેના વચ્ચે લદાખના ગલવાન ખીણની તે જગ્યા પરથી હટાવવામાં આવી રહી છે. જ્યાં 15-16 જૂનની રાત્રે હિંસક અથડામણ થઈ હતી.
આ પહેલા બપોરે એક અધિકારી અને બે જવાન શહીદ થયાના અહેવાલ સામે આવ્યા હતા. ગલવાન ખીણમાં ડી-એસ્કેલેશન પ્રક્રિયા દરમિયાન સોમવારે રાત્રે બન્ને પક્ષોના સૈનિકોની વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. 1967 બાદ પહેલી ભારત અને ચીનની સરહદ પર આવી અથડામણ થઇ છે.
જણાવી દઈએ કે, ચીન અને ભારતની સરહદ પર ગલવાન ખીણમાં ઘણાં દિવસથી તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. આ દરમિયાન અહેવાલ આવ્યા હતા કે ચીન યુદ્ધભ્યાસ પણ કરી રહ્યું છે. તેના જવાબમાં ભારતે લદ્દાખ સરહદ પર યુદ્ભાભ્યાસ કરતા સૈનિકોનો વીડિયો શેર કર્યો હતો. ગૃહ રાજ્યમંત્રી જી કૃષ્ણન રેડ્ડીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ભારતીય સેનાનો જે વીડિયો શેર કર્યો હતો તે છેલ્લા વર્ષ સપ્ટેમ્બર મહિનાનો છે જ્યાં ઉત્તર કમાન્ડના લદ્દાખની નજીક ચીન સરહદ પર ચાંગધાંગ નામનું એક મોટું યુદ્ધભ્યાસ કરવામાં આવ્યું હતું. આ એક્સરસાઈઝથી ભારતે સમગ્ર વિશ્વને જણાવ્યું હતું કે ચીન સરહદ પર હવે માત્ર ઇન્ફેટ્રી સૈનિક જ નથી હતો પરંતુ ટેંક, મેકેનાઈઝ્ડ ફોર્સીસ, યૂએવી અને પેરા કમાન્ડો પણ હાજર હોય છે.