નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદાને લઈને દેશભરમાં વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે ઉર્દુ લેખક, હાસ્ય અને વ્યંગકાર પદ્મ પુરસ્કારથી સન્માનિત મુજતબા હુસૈને આ કાયદાની ટીકા કરી છે અને લોકતંત્ર પર હુમલો ગણાવ્યો છે. તેમણે જાહેરાત કરી કે તેઓ પોતાનો પુરસ્કાર સરકારને પરત આપી દેશે. મુજતબા હુસૈનને વર્ષ 2007માં ‘પદ્મશ્રી’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.


મુજતબા હુસૈને કહ્યું, દેશમાં અશાંતિ, ભય અને નફરતની જે આગ ભડકાવવામાં આવી રહી છે, તે વાસ્તવમાં પરેશાન કરનારી છે. જે લોકતંત્ર માટે આપણે કેટલું બધુ સહન કર્યું અને જે રીતે તેને બરબાદ કરવામાં આવી રહ્યું છે તે નિંદનીય છે. આ પરિસ્થિતિઓમાં હું કોઈ સરકારી પુરસ્કારને પોતાના અધિકારમાં રાખવા નથી માંગતો.

જામિયા હિંસાને લઈને જાવેદ અખ્તરે પોલીસના કામ પર ઉઠાવ્યા સવાલ, તો IPSએ આપ્યો આવો જવાબ

નાગરિકતા એક્ટ અને એનઆરસી પર હુસૈને કહ્યું કે વર્તમાન સ્થિતિને જોતા તે ખૂબજ ચિંતિત છે. તેમણે કહ્યું, “હું 87 વર્ષનો છું, મને આ દેશના ભવિષ્યની ચિંતા છે. હું દેશની પ્રકૃતિને લઈને ચિંતિત છું. જેને હું પોતાના બાળકો અને આગામી પેઢી માટે છોડી રહ્યો છું.”

CAAના વિરોધ પ્રદર્શન વચ્ચે અમિત શાહે કહ્યું- આ કાયદામાં નાગરિકતા છીનવવાની નહીં આપવાની જોગવાઈ છે

નાગરિકતા એક્ટને લઈને શરૂ થયેલો વિરોધ અટકવાનું નામ નથી લઈ રહ્યો. દિલ્હી, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યોમાં હિંસક પ્રદર્શન બાદ તણાવ વધી ગયો છે.

CAA વિરોધ મામલે વિપક્ષી નેતાઓએ રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત, સોનિયા ગાંધીએ કહ્યું- અવાજ દબાવી રહી છે સરકાર