નવી દિલ્હીઃ કોરોના મહામારી દરમિયાન ભારત એક એવો દેશ છે જે પહેલી લહેર દરમિયાન જ દુનિયામાં વેક્સિન બનાવનારા દેશોમાં અગ્રીમ રહ્યો. પરંતુ આખી દુનિયાથી અહીં ભારતમાં રસી બનાવતી વખતે એ વાતનુ ધ્યાન રાખવામા આવ્યુ કે આપણા દેશના લોકોને રહેવા-સહવા અને અહીં થનારી બિમારીઓની અસરથી અહીંના લોકોની ઇમ્યૂનિટીનુ લેવલ શું છે.  


ભારતે બનાવી કૉવેક્સિન 
દુનિયાના કેટલાય દેશોમાં કૉવિડને લઇને રિસર્ચ અને રસી બનાવવાનુ કામ યુદ્ધ સ્તર પર શરૂ થયુ અને ભારતે પણ આમાં સફળતા હાંસલ કરી. ભારતમાં કૉવેક્સિન નામની વેક્સિન બાદ આની પરીક્ષણ અને પછી સફળતાની સાથે ભારતમાં આપવામાં આવી રહી છે. સાથે જ ભારતમાં ઓક્સફોર્ડ નિર્મિત કૉવિશિલ્ડની સાથે હવે રશિયાની રસી સ્પૂતનિકને પણ ભારતમાં આપવાની મંજૂરી મળી ગઇ છે.  


દારુ પીવા પર શું થશે અસર
રસીકરણની સાથે જ એ પ્રકારની સ્ટડી પણ સામે આવી છે, જેમાં કહેવામાં આવ્યુ છે કે બન્ને ડૉઝના સમય અંતર અને બન્ને ડૉઝ લગાવાયા બાદ આપણે પોતાની આદતોને કઇ રીતે કન્ટ્રૉલ કરવાની છે. એક રિપોર્ટમાં તે લોકોને સાવધાન કરવામાં આવ્યા છે, જે દારુના આદી છે. રિપોર્ટ અનુસાર, એવા લોકોને કૉવિડના બન્ને ડૉઝ, એટલે કે પહેલો અને બીજો ડૉઝના વચ્ચે અંતર અને બન્ને ડૉઝ લાગ્યા બાદ દારુનુ સેવન પર અંકુશ લગાવવુ પડશે. 


રસીકરણના સાઇડ ઇફેક્ટ પર રાખવામા આવી નજર 
ભારતમાં વેક્સિન લગાવ્યા બાદ સતત આની સાઇડ ઇફેક્ટ પર પણ નજર રાખવામાં આવી, જેમાં સમય સમય પર રિપોર્ટ્સ અને જાણકારીઓ સ્વાસ્થ્ય સંસ્થાઓ અને ભારત સરકાર મંત્રાલય તરફથી શેર કરવામાં આવી રહી. વળી લોકોને સારુ ખાવા-પીવાની સાથે માસ્ક અને સામાજિક દુરીનુ પાલન કરાવવાનુ કહેવામા આવ્યુ, જેનુ મોટા સ્તર પર લોકોએ પાલન પણ કર્યુ. પરંતુ ભારતમાં એક મોટી સંખ્યામાં દારુન સેવન કરનારા લોકોની છે, તો એ સવાલ પણ સામે આવ્યો કે શું દારુનુ સેવન કોરોના વેક્સિનમાં કોઇ બાધા કે સાઇડ ઇફેક્ટની ભૂમિકા નિભાવી શકે છે? આ રિપોર્ટ સામે આવ્યા બાદ એ બહુજ સારુ લાગ્યુ કે દારુ પીનારા લોકો રસીના પહેલો ડૉઝ લીધા અને બીજા ડૉઝના અંતરની વચ્ચે, અને બન્ને ડૉઝ લીધા બાદ દારુનુ સેવન કરવાનુ ઓછુ કરે, જો થોડાક દિવસો માટે દારુ પીવાનુ બંધ કરે તો બહુજ સારુ રહેશે.