નવી દિલ્હી: અયોધ્યા વિવાદ મામલે સુપ્રીમ કોર્ટ આવતીકાલે પોતાનો ચુકાદો સંભળાવી શકે છે. ચુકાદાને ધ્યાનમાં રાખીને કેન્દ્રિય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને એલર્ટ રહેવાના નિર્દેશ આપ્યા છે. એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી દેશવાસીઓને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે.

પીએમ મોદીએ ટ્વિટ કરી લખ્યું કે, અયોધ્યા પર આવતીકાલે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવી રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાથી સુપ્રીમ કોર્ટમાં આ મામલે સતત સુનાવણી ચાલી રહી છે. દેશભરમાં ઉત્સુક્તા દેખાઈ રહી છે. આ દરમિયાન સમાજના તમામ વર્ગોને મારા તરફથી સદભાવનાનું વાતાવરણ બનાવી રાખવા માટે કરવામાં આવેલા પ્રયાસો ખૂબજ પ્રશંસનિય છે.


પીએમ મોદીએ ત્રણ ટ્વિટ કર્યાં છે. અન્ય એક ટ્વીટમાં લખ્યું કે સુપ્રીમ કોર્ટનો જે પણ ચુકાદો આવશે. તે કોઈની હાર-જીત નથી. દેશવાસીઓને મારી અપીલ છે કે શાંતિ અને એકતા જાળવી રાખો.




અયોધ્યા વિવાદ પર SC આવતીકાલે આપશે ચુકાદો, UPમાં ત્રણ દિવસ સ્કૂલ-કૉલેજો બંધ